કોરોના વેક્સીનની ત્રીજી હ્યુમન ટ્રાયલ : દેશમાં 5 જગ્યાએ ટ્રાયલ હાથ ધરવામાં આવશે, પરીક્ષણ સફળ રહ્યું તો ટૂંક સમયમાં વેક્સીન ઉપલબ્ધ થશે

0
5

દેશમાં પાંચ જગ્યાએ કોરોના વેક્સીનની ત્રીજા તબક્કાની હ્યુમન ટ્રાયલ થવાની છે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી (DBT)ના સેક્રેટરી રેણુ સ્વરૂપે આ જાણકારી આપી છે. દેશમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી, ઝાયડસ કેડિલા કંપની અને ભારત બાયોટેકની વેક્સીનનું ટ્રાયલ થશે. ટ્રાયલ સફળ રહેશે તો ભારતમાં કોરોના વેક્સીન ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.

ત્રીજો તબક્કો મહત્ત્વપૂર્ણ છે. તેનાથી લોકો પર વેક્સીનની અસરનો ડેટા મળી શકશે. લોકોને વેક્સીન આપતા પહેલાં દેશની પાસે આ ડેટા હોવો મહત્ત્વપૂર્ણ છે. ટ્રાયલ પૂર્ણ થયા બાદ અને અંતિમ મંજૂરી આપવામાં આવે તે પહેલાં તેની તૈયારી શરૂ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, ઉત્પાદન શરૂ થતાં જ ભારતને જરૂરિયાત મુજબ વેક્સીન મળી શકશે.

વેક્સીન તૈયાર કરવાના પ્રયાસોમાં DBT સામેલ
ભારતમાં વેક્સીન તૈયાર કરવાનાં પ્રયાસોમાં DBT સામેલ છે. તે દેશમાં વેક્સીન બનાવતી તમામ કંપનીઓ અને સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહી છે. DBT આ માટે આર્થિક મદદ આપવાની અને મંજૂરી અપાવાની સાથે જ તેને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સુધી પહોંચાડવામાં મદદ કરશે. સરકારે 6 અન્ય જગ્યાઓ પણ તૈયાર કરી છે, જેથી જરૂર પડે તો આ જગ્યાઓ પર પણ હ્યુમન ટ્રાયલ કરી શકાય.

પુણેની CIIને પણ વેક્સીન તૈયાર કરવા માટે પસંદ કરવામાં આવી
ઓક્સફોર્ડ અને તેના પાર્ટનરે વેક્સીન તૈયાર કરવા માટે પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (CII)ની પસંદગી કરી છે. CIIએ હ્યુમન ટ્રાયલના બીજા અને ત્રીજા તબક્કા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની પણ મંજૂરી માગી છે. CII વિશ્વમાં સૌથી વધુ વેક્સીન બનાવે છે.

હજારો લોકો પર ટ્રાયલ કરવામાં આવશે
વેક્સીનના પહેલાં બે તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થઈ ગયું છે. તેના પરિણામો આ મહિનામાં રિસર્ચ જર્નલમાં પ્રકાશિત પણ થયા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની તરફથી કરવામાં આવેલા ટ્રાયલમાં તેના સારા પરિણામ જોવા મળ્યા હતા. પહેલા તબક્કામાં ફક્ત થોડા લોકોને વેક્સીન આપવામાં આવી હતી. બીજા તબક્કામાં 100થી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા. ત્રીજા તબક્કામાં 1000 લોકોને વેક્સીન અપાઈ હતી. કોઈપણ વેક્સીન તૈયાર થઈ ગયા બાદ ત્રીજા તબક્કાને સૌથી અંતિમ તબક્કો માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here