Thursday, August 5, 2021
No menu items!
Homeપ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ત્રીજો તબક્કો આવતા મહિને શરૂ થશે, 1 કરોડ...
Array

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ત્રીજો તબક્કો આવતા મહિને શરૂ થશે, 1 કરોડ લોકોને પ્રશિક્ષણ આપવાનું લક્ષ્ય

સરકાર આગામી એક મહિનામાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY)ના ત્રીજા તબક્કાની શરૂઆત કરશે. કૌશલ્ય વિકાસમંત્રી મહેન્દ્રનાથ પાંડેના જણાવ્યા અનુસાર, આ વખતે આ યોજના જિલ્લા કુશળતા સમિતિઓને મજબુત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. એસોચૈમ દ્વારા આયોજીત વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક મંત્રીશ્રીએ કૌશલ્યને સ્થાનિક જરૂરિયાતો સાથે જોડવા અને તે પ્રમાણે અભ્યાસક્રમ તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો.

આ યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી

સરકારે PMKVY યોજના વર્ષ 2015 માં સરકાર શરૂ કરી હતી અને વર્ષ 2016માં તેને સુધારવામાં આવી હતી. આ અંતર્ગત વર્ષ 2020 સુધીમાં એક કરોડ લોકોને કુશળતા પ્રશિક્ષણ આપવાનું લક્ષ્ય હતું. સુધારેલી યોજનાને PMKVY 2.0 નામ આપવામાં આવ્યું હતું.

યોજનાનો ઉદ્દેશ શું છે?

આ યોજનાનો લાભ લઈને તેઓ ક્યાં તો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે અથવા ક્યાંક નોકરી પણ કરી શકે છે. આ ઉપરાંત, આ યોજના અંતર્ગત સરકારી કક્ષાએ પણ કુશળ કામદારોને નોકરી મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જોબ ફેર જેવા મંચ આ માટે અસરકારક સાબિત થાય છે.

1.5 લાખ રૂપિયાની લોન મળે છે

આ યોજનામાં સરકાર 1.5 લાખ રૂપિયા સુધીની લોન પણ પૂરી પાડે છે. આ યોજનામાં રજિસ્ટ્રેશન માટે જે લોકોએ હાયર સેકન્ડરી અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તેઓ પાત્ર બને છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ટ્રેનિંગ લેનારાઓ માટે જોબ ફેરનું આયોજન કરવામાં આવે છે. તે દર 6 મહિને એકવાર યોજવામાં આવે છે.

રજિસ્ટ્રેશન કરાવવાની પ્રોસેસ

આ યોજનામાં અરજી કરવા માટે http://pmkvyofficial.org પર જઇને નામ, સરનામું અને ઇ-મેલ વગેરે ભરવા પડે છે. ત્યારબાદ અરજદાર જે ટેક્નોલોજીકલ સેક્ટરમાં ટ્રેનિંગ લેવા માગતું હોય તે સિલેક્ટ કરવાનો રહેશે. તેમાં કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રિોનિક્સ, હાર્ડવેર, ફૂડ પ્રોસેસિંગ, ફર્નિચર અને ફિટિંગ હેન્ડીક્રાફ્ટ, જેમ્સ જ્વેલરી અને લેધર ટેક્નોલોજી જેવાં આશરે 40 ટેક્નોલોજીકલ સેક્ટર આપવામાં આવ્યા છે. આ માહિતી ભર્યા પછી, તમારે તમારું ટ્રેનિંગ સેન્ટર પસંદ કરવું પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments