Thursday, October 28, 2021
HomeIPL પહેલાં સંક્રમિત થનાર ત્રીજો ખેલાડી; RCBના ઓપનર દેવદત્ત પડિક્કલનો કોરોના રિપોર્ટ...
Array

IPL પહેલાં સંક્રમિત થનાર ત્રીજો ખેલાડી; RCBના ઓપનર દેવદત્ત પડિક્કલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

IPLની 14મી સીઝન શરૂ થાય તે પહેલાં ત્રીજો ખેલાડી કોરોના સંક્રમિત થયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ઓપનર દેવદત્ત પડિક્કલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે અત્યારે ક્વોરન્ટીનમાં છે. તેને RCBની સ્ક્વોડમાંથી અલગ કરવામાં આવ્યો છે. જોકે, હજી સુધી બેંગલોરની ટીમ અને BCCI તરફથી આની પુષ્ટિ થઈ નથી. કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે આવી એક સૂચના મળી છે પરંતુ હજી સુધી કઈ કન્ફર્મ થયું નથી.

આ પહેલા દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ અને કોલકાતા નાઈટ રાઈડર્સના નીતીશ રાણા પણ પોઝિટિવ આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં સ્ટાફ અને ખેલાડીઓને મળાવીને કુલ 20 લોકો સંક્રમિત થયા છે. શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેના 10 સ્ટાફ મેમ્બર અને 6 ઇવેન્ટ મેનેજરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની કન્ટેન્ટ ટીમનો એક મેમ્બર પણ સંક્રમિત થયો છે.

RCBની ટીમ 9 એપ્રિલે મુંબઈ સામે ટકરાશે

RCBની મુશ્કેલી એટલે વધી ગઈ છે કારણકે ટીમ પોતાની પ્રથમ મેચ 9 એપ્રિલે મુંબઈ સામે રમશે. તેવામાં પડિક્કલ ત્યાં સુધીમાં રિકવર થઈને ફિટ થઈ જાય તેવી સંભાવના નહિવત છે. 2020માં IPL ડેબ્યુ કરનાર પડિક્કલ ગઈ સીઝનમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થયો હતો. તે બેંગલોર માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો.

શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે પડિક્કલ

પડિક્કલે 13મી સીઝનની 15 મેચમાં 124.80ની સ્ટ્રાઇક રેટથી 473 રન બનાવ્યા હતા. હાલમાં જ વિજય હઝારે ટ્રોફીમાં પણ તેણે સતત ત્રણ સદી મારી હતી. તે આ સીઝનમાં વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરવાનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments