16 ફેબ્રુઆરીથી દોડશે ત્રીજી તેજસ ટ્રેન, જાણો નામ અને રુટ

0
16

નવી દિલ્હી-લખનઉ અને મુંબઇ-અમદાવાદ વચ્ચે બે તેજસ એક્સપ્રેસ ટ્રેન સફળતાપૂર્વક શરુ થઈ ચુકી છે. ત્યારે હવે આઈઆરસીટીસી ત્રીજી તેજસ ટ્રેન શરુ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેન 16 ફેબ્રુઆરીથી શરુ થશે. આ તેજસ ટ્રેનને કાશી મહાકાલ એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. આ ખાનગી ટ્રેન વારાણસીથી ઇન્દોર વચ્ચે દોડશે.

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા સંચાલિત કાશી મહાકાલ એક્સપ્રેસને 16 ફેબ્રુઆરીએ પહેલી વાર વારાણસીથી રવાના કરવામાં આવશે. ટ્રેનના ઉદ્ઘાટન પછીથી આગામી 20 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો તેમાં સવારી કરી શકશે.