અયોધ્યા મામલો : સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું – ફેસબુક પર મળી રહી છે ધમકી

0
0

સુપ્રીમ કોર્ટના પાંચ જ્જની સંવેધાનિક પીઠે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે 22માં દિવસે સુનાવણી શરૂ થઇ ગઇ છે. આ સુનાવણી CJI રંજન ગોગોઇની અધ્યક્ષતામાં થઇ રહી છે. કોર્ટ સમક્ષ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને જણાવ્યું છે કે ફેસબુક પર ધમકી મળી રહી છે, પરંતુ આ સમયે તેમને કોઇ સુરક્ષાની જરૂરિયાત નથી.

  • સુનાવણી માટે આ વાતાવરણ અનૂકુળ નથીઃ ધવન
  • મારા ક્લાર્કને સાથે સુપ્રીમ પરીસમાં કરાઇ મારપીટ
  • મુસ્લિમ પક્ષના વકીલે સુરક્ષાની જરૂરિયાત ન હોવા જણાવ્યું

જો કે સુપ્રીમ કોર્ટના CJI રંજન ગોગોઇની નેતૃત્વાળી પાંચ સભ્યોની ખંડપીઠે જણાવ્યું છે કે આની ટીકા થવી જોઇએ. જો કે આવું ન થવું જોઇએ.

સુપ્રીમ કોર્ટમાં આજે જ્યારે 22માં દિવસની સુનાવણી શરૂ થઇ ત્યારે સુન્ની વકફ બોર્ડ અને અન્ય તરફથી કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ ધવને આરોપ લગાવ્યો કે તેમને ફેસબુક પર ધમકી ભરેલા મેસેજ મળી રહ્યાં છે.

વરીષ્ઠ વકીલ ધવને કહ્યું કે બુધવારે સુપ્રીમ કોર્ટના પરીસરમાં કેટલાંક લોકોએ મારા ટાઇપ રાઇટર (ક્લાર્ક) સાથે મારપીટ કરી હતી. વરિષ્ઠ વકીલ ધવને કહ્યું કે સુનાવણી માટે આ વાતાવરણ અનૂકુળ નથી.

સુન્ની વકફ બોર્ડના વકીલે કહ્યું કે કોર્ટમાં આવું ન થવું જોઇએ અને જેના પર જ્જની એક ટીપ્પણી પૂરતી રહેશે. CJI રંજન ગોગોઇની ખંડપીઠમાં ન્યાયમૂર્તિ એસ. એ. બોબડે, ન્યાયમૂર્તિ ડી. વાઇ. ચન્દ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ. એ. નજીર સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here