ક્રિકેટ : આ વર્ષે ભારતમાં ટી20 વર્લ્ડ કપનો રોમાંચ : 100 કરોડ લોકો જોશે વર્લ્ડ કપ.

0
0

રમતપ્રેમીઓને 2021માં બે મોટી ટુર્નામેન્ટનો ઇન્તજાર રહેશે- રમતોનો મહાકુંભ ટોક્યો ઓલિમ્પિક્સ અને ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ. રોમાંચથી ભરપૂર વર્લ્ડ ટી20ની યજમાની ફરી ભારતને મળી છે. તેની પાસે 14 વર્ષ બાદ ફરી ચેમ્પિયન બનવાની તક હશે. 2007માં દ.આફ્રિકાની યજમાનીમાં પ્રથમ ટી20 વર્લ્ડ કપમાં પણ આપણે જ વિજેતા બન્યા હતા. ભારત સતત બીજી વખત ઓક્ટો.-નવે.માં યોજાનારા ટી20 વર્લ્ડ કપની યજમાની કરશે. 2016માં ભારતીય ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી હતી.

રમતપ્રેમીઓને 2021માં બે મોટી ટુર્નામેન્ટનો ઇન્તજાર રહેશે- રમતોનો મહાકુંભ ટોક્યો ઓલિમ્પિક્સ અને ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ. રોમાંચથી ભરપૂર વર્લ્ડ ટી20ની યજમાની ફરી ભારતને મળી છે. તેની પાસે 14 વર્ષ બાદ ફરી ચેમ્પિયન બનવાની તક હશે.
રમતપ્રેમીઓને 2021માં બે મોટી ટુર્નામેન્ટનો ઇન્તજાર રહેશે- રમતોનો મહાકુંભ ટોક્યો ઓલિમ્પિક્સ અને ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ. રોમાંચથી ભરપૂર વર્લ્ડ ટી20ની યજમાની ફરી ભારતને મળી છે. તેની પાસે 14 વર્ષ બાદ ફરી ચેમ્પિયન બનવાની તક હશે.

 

ત્યારે અંદાજે 73 કરોડ લોકોએ ટુર્ના. જોઇ હતી. 1,100 કરોડ રૂ.ની કમાણી થઇ હતી. આ વખતે બંનેમાં વધારો થવાની આશા છે. વ્યૂઅરશિપનો આંકડો 100 કરોડ સુધી પહોંચી શકે છે. કમાણી પણ 168% વધીને 1,850 કરોડ રૂ. સુધી પહોંચી શકે છે. 2016ના ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને 12 કરોડ રૂ. મળ્યા હતા. આઇસીસીએ કહ્યું છે કે પ્રાઇઝ મની દોઢ ગણા સુધી વધી શકે છે. એટલે કે આ વખતે વિજેતાને 18 કરોડ રૂ. સુધી મળી શકે છે.

143 વર્ષ જૂની ટેસ્ટમાં 12, જ્યારે સૌથી નવી ટી-20માં 104 દેશ

ક્રિકેટની દુનિયામાં સૌથી જૂનું ફોર્મેટ ટેસ્ટ છે. 1877માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ રમાઈ હતી. અત્યાર સુધી 2399 ટેસ્ટ રમાઈ ચૂકી છે, પરંતુ અત્યાર સુધી ફક્ત 12 દેશને જ ટેસ્ટ રમવાની માન્યતા છે. બીજી તરફ, પહેલી ટી-20 મેચ 2004માં યોજાઈ હતી, જેમાં આજે 104 દેશને માન્યતા મળી છે. એટલે કે ફક્ત 16 વર્ષમાં ટી-20 દુનિયાભરમાં લોકપ્રિય થઈ ગઈ છે. 74 દેશે ઓછામાં ઓછી એક ટી-20 મેચ રમી છે. તેનું કારણ એ છે કે, આ મેચ 3.5 કલાકમાં પૂરી થઈ જાય છે. ચાહકોને ફટકાબાજી પણ જોવા મળે છે. આ ઉપરાંત બોર્ડ અને બ્રોડકાસ્ટરને પણ વધુ કમાણી થાય છે.

આઈડિયા : દુનિયાભરમાં લીગ શરૂ થઈ, રમતમાં આવવાથી લાગ્યા વધુ પૈસા 2007માં પહેલીવાર વર્લ્ડ કપ યોજાયો. નાના ફોર્મેટથી બધા આકર્ષાયા. બાદમાં દુનિયાભરમાં લીગ શરૂ થઈ. બોર્ડની રેવન્યૂની સાથે ખેલાડીઓની કમાણી પણ વધી.

બોધપાઠ : ખેલાડી તૈયાર કરવા હશે, તો વિન્ડીઝની રાહે ચાલવું પડશે

વિન્ડિઝે બે વાર ખિતાબ જીત્યો છે કારણ કે, તેમના ખેલાડી દુનિયાની તમામ લીગમાં રમે છે. તેમની પાસે જે તે ગ્રાઉન્ડની સંપૂર્ણ માહિતી હોય છે. આપણા ખેલાડીઓ બીજી લીગમાં નથી રમી શકતા કારણ કે, BCCI મંજૂરી નથી આપતું.

યજમાન: વેન્યૂ શોર્ટલિસ્ટ, ફાઈનલ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં

16 ટીમ વચ્ચે અમદાવાદ, ચેન્નાઈ, બેંગલુરુ, દિલ્હી, મોહાલી, ધર્મશાલા, કોલકાતા અને મુંબઈમાં મેચ રમાશે. દુનિયાના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમાં તેની ફાઈનલ થઈ શકે.

નાની ટીમોની કમાલ :” સૌથી મોટી 257 રનની જીત ઝેકના નામે

રેન્કિંગમાં 60મા નંબરની ટીમ ઝેક રિપબ્લિકના નામે સૌથી મોટી 257 રનની જીતનો રેકોર્ડ છે. 2019માં તેમણે તૂર્કીને હરાવ્યું હતું. યુરોપની સૌથી વધુ 34 ટીમ ટી-20માં રમે છે.

ટુર્નામેન્ટના રેકોર્ડ : શ્રીલંકા સૌથી સફળ, જયવર્ધને ટોપ રન સ્કોરર

શ્રીલંકાને અત્યાર સુધી સૌથી વધુ 22 જીત મળી છે. 20 જીત સાથે ભારત બીજા નંબરે છે. એક જ ખેલાડી 1000+ રન બનાવી શક્યો છે. જયવર્ધનેએ 31 મેચમાં 1016 રન બનાવ્યા છે. આફ્રિદીએ સૌથી વધુ 29 વિકેટ લીધી હતી.

  • 1 પહેલીવાર કોઈ પણ આઈસીસી વર્લ્ડ કપમાં ઉતરી રહી છે પપુઆ ન્યૂગિનીની ટીમ.
  • 6 વાર થઈ ચૂકી છે ટુર્નામેન્ટ. વિન્ડિઝ બે અને ભારત, શ્રીલંકા, પાક., ઈંગ્લેન્ડ એક-એક વાર વિજેતા.
  • 19 દેશ રમી ચૂક્યા છે અત્યાર સુધી. 9 દેશે તમામ છ વાર ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.
  • વર્લ્ડ મેપનો ઉપયોગ એ જણાવવા કરાયો છે કે, ક્રિકેટ દુનિયાના તમામ ખંડમાં પહોંચી ગયું છે.

પંડ્યા એક્સ ફેક્ટર રહેશે, આ ટુર્ના. 2023ના વનડે વર્લ્ડ કપનું ડ્રેસ રિહર્સલ

ચંદ્રેશ નારાયણનનાં મતે, ટી20 વર્લ્ડ કપ કોરોના બ્રેક બાદ દેશમાં સૌથી મોટી ઇવેન્ટ હશે. ભારતીય સુકાની વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી પહેલી આઇસીસી ઇવેન્ટ જીતવા ઇચ્છશે. બિગ હિટિંગ સ્કિલના કારણે ફેન્સને હાર્દિક પંડ્યા પાસેથી ઘણી અપેક્ષા રહેશે. ટુર્ના.ના સમય સુધીમાં તે બોલિંગ કરવા માંડ્યો તો તે આપણા માટે એક્સ ફેક્ટર હશે. આ દેશમાં યોજાનારા આઇસીસી વર્લ્ડ કપ 2023નું ડ્રેસ રિહર્સલ પણ હશે.

ઇંગ્લેન્ડ ફેવરિટના ટેગ સાથે ઉતરશે, કેમ કે તેની પાસે વિસ્ફોટક બેટિંગ સાથે જ બેન સ્ટોક્સ જેવો ઓલરાઉન્ડર છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ ટુર્ના. જીતવાના પ્રબળ દાવેદાર છે. 2020ના ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ટીમોને જ 2021માં રમવાની તક મળશે. શ્રીલંકા, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ, ઓમાન, નામિબિયા અને પાપુઆ ન્યૂ ગિની પહેલા રાઉન્ડમાં ટકરાશે. તેમાંથી 2 ટીમ બીજા રાઉન્ડમાં પહોંચશે, જ્યાં 10 ટીમ તેમની રાહ જોતી હશે. બેટ્સમેનની મોટી હિટ્સની સાથોસાથ શાનદાર બોલિંગ પણ જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here