સુપરમૂનની ભરતીએ એવરગીવન જહાજને બહાર કાઢવામાં મદદ કરી

0
4

સુએઝ નહેરમાં ફસાયેલા એવરગિવન જહાજના બહાર નીકળવાના કારણે આખી દુનિયાના વેપાર જગતે રાહતનો શ્વાસ લીધો છે.

20000 જેટલા કન્ટેનર લાદેલા અને 2.24 લાખ ટન વજન ધરાવતા એવરગિવન જહાજની ગણતરી દુનિયાના ત્રીજા નંબરના સૌથી વિરાટકાય કાર્ગો જહાજ તરીકે થાય છે. સુએઝ નહેરમાં તિરછા થઈ ગયેલા જહાજના કારણે નહેરની બંને તરફ સેંકડો જહાજોનો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને રોજ 10 અબજ ડોલરનો વેપાર પ્રભાવિત થઈ રહ્યો હતો.

6 દિવસ અગાઉ તેજ હવાઓના કારણે નહેરમાં ફસાયેલા જહાજને કાઢવા માટે ભરપૂર પ્રયત્નો થઈ રહ્યા હતા. સેંકડો ટગ બોટ અને બીજી મશિનરી કામે લગાડાઈ હતી અને આખરે ગઈકાલે આ જહાજ બહાર નિકળ્યુ હતુ અને સત્તાધીશોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

જોકે જહાજને બહાર કાઢવામાં સૌથી વધારે મદદ પૂનમની ભરતીની મળી હતી. સુપરમૂનના કારણે આવેલી ભરતીથી પાણીનુ સ્તર લગભગ દોઢ ફૂટ વધ્યુ હતુ અને તેના કારણે આ જહાજને ખેંચીને નહેરની વચ્ચે લાવી શકાયુ હતુ.

જહાજને સીધુ કરવા માટે પહેલા તો તેના તમામ કન્ટેનર ઉતારવાની પણ યોજના હતી. જો જહાજને અનલોડ કરવામાં આવ્યુ હતો તો તેમાં ખાસો સમય જાત પણ પૂનમની ભરતીને લઈને એન્જિનિયરો આશાવાદી હતી અને તેમની આશા ફળી પણ હતી. પાણીની સપાટી વધ્યા બાદ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેટલી ઉંચાઈ ધરાવતા જહાજનો છુટકારો થયો હતો.

ગઈકાલે વર્તમાન વર્ષનો પહેલો સૂપરમૂનનો પ્રસંગ હતો.સુપરમૂનના કારણે દરિયાની ભરતીએ જહાજને સીધુ કરવામાં ઘણી મદદ મળી હતી. સુપરમૂનને ધ્યાનમાં રાખીને જ નહેરના કિનારાના જે હિસ્સા પર જહાજનો એક છેડો ફસાયેલો હતો ત્યાં રેતી કાઢવા ડ્રેજિંગ કરાયુ હતુ.

120 લાંબી સુએઝ નહેર એશિયા અને યુરોપને જોડતી કડી છે. 6 દિવસથી સેંકડો જહાજો ફરી આ નહેર શરુ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. આખરે નહેરમાં ફરી જહાજોનો ટ્રાફિક શરુ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here