Thursday, October 28, 2021
Homeવડોદરા : કોરોના વાઈરસના વધુ 35 પોઝિટિવ સાથે કુલ કેસની સંખ્યા 421...
Array

વડોદરા : કોરોના વાઈરસના વધુ 35 પોઝિટિવ સાથે કુલ કેસની સંખ્યા 421 ઉપર પહોંચી,

વડોદરા. વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના વધુ 35 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસ પોઝિટિવ કેસની સંખ્યા 421 ઉપર પહોંચી છે. વડોદરામાં કોરોના વાઈરસથી આજે 3 લોકોના મોત થયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 28 ઉપર પહોંચ્યો છે અને આજે વધુ એક દર્દી કોરોના મુક્ત થયો છે. કુરેશી મહોલ્લામાં એકનું મોત થતાં પતરાની આડ મારીને વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે.

આજે કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા 2 દર્દીના નામ 

-કાંતિભાઇ રણછોડભાઇ પટેલ(ઉ.65), રહે, કબીર મંદિર ફળીયુ, નવાપુરા
-શરફરાઝ ફકીરમોહમ્મદ કુરેશી (ઉ.38) કુરેશી મહોલ્લા, જ્યુબિલીબાગ
-શોકત હુસેન સૈયદ (ઉ.70), રહે, નાગરવાડા

વડોદરા શહેર આ વિસ્તારોમાં આજે કોરના વાઈરસના કેસો નોંધાયા

આજે નોંધાયેલા કોરોના વાઈરસના 35 કેસોમાં નાગરવાડા, પાણીગેટ, ન્યાયમંદિર, વાડી, બાવેચાવાડ, દંતેશ્વર, છીપવાડ મહોલ્લા, ફતેગંજ, માંડવી, વાઘોડિયા રોડ, આજવા રોડ, નવા બજાર, ફતેપુરા, સિદ્ધનાથ રોડ, યાકુતપુરા અને સંગમ-હરણી રોડ વિસ્તારનો સમાવેશ થાય છે

નાગરવાડામાં સૌથી વધુ 180 પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 180 પોઝિટિવ કેસો નોંધાયા છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં અત્યાર સુધી કુલ 41 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના વાઈરસનો હોટસ્પોટ વિસ્તાર બન્યો છે. જેને પગલે આજે પાણીગેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાણીગેટ, વાડી અને સિટી પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાંથી વધારે કેસ આવતા આ વિસ્તારોને સીલ કરાયા છે.

ગોધરામાં આજે વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા

પંચમહાલ જિલ્લામાં કોરોના વાઈરસનો કહેર છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યો છે. જેને પગલે પંચમહાલ જિલ્લાને રેડ ઝોન જાહેર કરાયેલો છે. ગોધરામાં આજે કોરોના વાઈરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 48 પોઝિટિવ કેસો થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments