વડોદરા : વધુ 44 પોઝિટિવ સાથે કેસની કુલ સંખ્યા 1911 ઉપર પહોંચી, એક દર્દીનું શંકાસ્પદ મોત, જંબુસરમાં આજે 5 પોઝિટિવ કેસ નોંધાયા

0
6

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 44 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1911 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં આજે વધુ 18 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1255 દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 606 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 135 દર્દી ઓક્સિજન ઉપર અને 39 દર્દી વેન્ટીલેટર ઉપર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા શહેરમાં આજે ફતેપુરા, વાઘોડિયા રોડ, વાડી, યાકુતપુરા, હાથીખાના, પ્રતાપનગર રોડ, અટલાદરા, માંડવી, હરણી રોડ અને સમા વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે. જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા અને કરજણમાં કોરોનાના કેસો નોંધાયા છે.

વડોદરામાં એક દર્દીનું શંકાસ્પદ મોત

વડોદરામાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ એક દર્દીનું શંકાસ્પદ મોત થયું છે. વડોદરાના માંજલપુર વિસ્તારની 57 વર્ષીય જાનકીબેન ચોટરાણીનું સારવાર દરમિયાન મોત થયું છે. તેમના શંકાસ્પદ મોતને પગલે સરકારની ગાઇડલાઇન પ્રમાણે ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા.

જંબુસરમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લાના રોજેરોજ કોરોના વાઈરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેમાં જંબુસર હોટસ્પોટ બની ગયું છે. જંબુસરમાં કોરોના વાઈરસના આજે વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 150 ઉપર પહોંચી ગઇ છે. જે પૈકી 64 દર્દીઓ સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here