Thursday, April 18, 2024
Homeવડોદરા : પોલીસકર્મી સહિત 34 પોઝિટિવ સાથે કુલ કેસની સંખ્યા 825 થઇ,...
Array

વડોદરા : પોલીસકર્મી સહિત 34 પોઝિટિવ સાથે કુલ કેસની સંખ્યા 825 થઇ, એકનું મોત, વધુ 15 દર્દી ડિસ્ચાર્જ કરાતા કુલ 492 સાજા થયા

- Advertisement -

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસના આજે વધુ 34 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાંચના હરણી યુનિટમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેશભાઇ રાઠવા(ઉ.49)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કુલ 825 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરના રાજમહેલ રોડ જૂની કાછીયાવાડમાં રહેતા 78 વર્ષના વૃદ્ધ વાસુદેવ પટેલનું કોરોના વાઈરસથી મૃત્યુ થયું છે. સયાજી હોસ્પિટલમાં તેમની કોરોના વાઈરસની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન તેમનું મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઇ ગઇ છે. અત્યાર સુધીમાં વડોદરામાં સત્તાવાર મૃત્યુઆંક 38 ઉપર પહોંચ્યો છે.

આજે વધુ 15 દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા

વડોદરા શહેરમાં આજે વધુ 15 દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરા શહેર-જિલ્લામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 492 થઇ છે. હાલ વડોદરા શહેરમાં કોરોનાની સારવાર કુલ 295 લોકો સારવાર હેઠળ છે. જે પૈકી 11 દર્દીઓ એક્સિજન ઉપર છે અને 7 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.

વડોદરામાં કોરોના વાઈરસના નોંધાયેલા 34 દર્દીઓના નામની યાદી

વડોદરામાં કોરોના મુક્ત થયેલા 15 દર્દીઓના નામની યાદી

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular