વડોદરા : કોરોનાના કુલ કેસની સંખ્યા 773 ઉપર પહોંચી, સત્તાવાર મૃત્યુઆંક 38 થયો, 472 દર્દી કોરોના મુક્ત થયા

0
0

વડોદરા. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસની સંખ્યા 773 ઉપર પહોંચી છે. અત્યાર સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક 38 ઉપર પહોંચ્યો છે અને કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 472 થઇ છે. હાલ વડોદરા શહેરમાં કોરોનાની સારવાર કુલ 263 લોકો સારવાર હેઠળ છે. જે પૈકી 8 દર્દીઓ એક્સિજન ઉપર છે અને 6 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.

BIDCની કંપનીના 5 સહિત ગોરવામાં 6 કેસો પોઝિટિવ નોંધાયા

ગુરૂવારે કોરોનાએ ગોરવા બીઆઇડીસીની એક આઉટસોર્સિંગ કંપનીમાં કેર મચાવ્યો હતો. આ કંપનીના 5 સહિત ગોરવામાં 6 કેસો પોઝિટિવ આવ્યા હતા. જ્યારે શિનોર તાલુકામાં અત્યાર સુધીમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નહોતો. જોકે ગુરૂવારે એક સાથે 5 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જે વિસ્તારમાં પોઝિટિવ કેસ આવ્યા ત્યાં સેનેટાઈઝેશન અને સ્ક્રિનિંહની કામગીરી શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here