વડોદરા : કોરોનાના કેસની કુલ સંખ્યા 825 ઉપર પહોંચી, 58 હજાર લોકો હજી પણ રેડ ઝોનમાં, 16 હજારથી વધુ સુપર સ્પ્રેડરના સ્ક્રિનિંગ કરાયા

0
10

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 825 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સત્તાવાર મૃત્યુઆંક 38 થયો છે. જોકે બિનસત્તાવાર રીતે વડોદરામાં મૃત્યુઆંક 60 ઉપર પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 492 લોકો કોરોના મુક્ત થયા છે.

વડોદરામાં અત્યારે 58,152 લોકો રેડ ઝોનમાં છે 

વડોદરામાં અત્યારે 1433 લોકો ક્વોરન્ટીન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી 1410 લોકોને હોમ ક્વોરન્ટીન અને 23 લોકોને પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન કરાયા છે. સરકારી ફેસિલિટીમાં અત્યારે એક પણ વ્યક્તિ ક્વોરન્ટીન હેઠળ નથી. વડોદરામાં અત્યારે 58,152 લોકો રેડ ઝોનમાં છે અને 70,848 લોકો ઓરેન્જ ઝોનમાં છે. છેલ્લા 16 દિવસમાં 16,392 સંભવિત સુપર સ્પ્રેડરના સ્ક્રિનિંગ કરવામાં આવ્યા છે.

કુલ 492 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા, ટકાવારી 60%થી ઘટી

શનિવારે 15 પૈકી 3 દર્દીને એસએસજીમાંથી, 8ને કોવિડ સેન્ટરમાંથી રજા અપાઇ હતી. આ સાથે કુલ ડિસ્ચાર્જ  દર્દીનો આંક 492 પર પહોંચવા સાથે ટકાવારી 60%થી પણ ઓછી થઇ ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here