કોરોના દેશમાં કુલ સંક્રમિત 78 લાખને પાર : સતત બીજા દિવસે 55 હજારથી ઓછા કેસ નોંધાયા.

0
0

દેશમાં કોરોનાના નવા દર્દી નોંધાવાની સંખ્યા સતત બીજા દિવસે ઘટી છે. 21 ઓક્ટોબરે 56 હજાર 264 દર્દી નોંધાયા હતા, 22 ઓક્ટોબરે આ આંકડો 54 હજાર 367 અને 23 ઓક્ટોબરે 53 હજાર 935 થઈ ગયો હતો. એક્ટિવ કેસ પણ હવે 6 લાખ 80 હજાર 801 થઈ ગયા છે. કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 78 લાખ 13 હજાર 668એ પહોંચી ગયો છે. જેમાંથી 70 લાખ 13 હજાર 569 દર્દી સાજા પણ થઈ ચુક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- આગામી 3 મહિના મહત્વના

સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને તહેવારો અને શિયાળાની સિઝનને ધ્યાનમાં રાખી લોકોને અપીલ કરી છે કે કોરોના ગાઈડલાઈન્સને ફોલો કરો. સાથે જ કહ્યું કે, રાજ્યોએ ટેસ્ટિંગ, સર્વેલાન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવા અંગે ધ્યાન આપવું જોઈએ.તેમણે શુક્રવારે કહ્યું કે, કોરોનાની સ્થિતિ નક્કી કરવામાં આગામી 3 મહિના મહત્વના હશે.

ટેસ્ટિંગનો આંકડો 10.10 કરોડને પાર

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, 23 ઓક્ટોબર સુધી દેશભરમાં 10 કરોડ 13 લાખ 82 હજાર 564 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. શુક્રવારે 12 લાખ 69 હજાર 479 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 953 નવા કેસ નોંધાયા, 1325 લોકો રિકવર થયા અને 13 દર્દીઓના મોત થયા. અત્યાર સુધી 1 લાખ 65 હજાર 294 લોકો સંક્રમિત નોંધાયા છે. ઓક્ટોબરમાં લગભગ રોજ જેટલા નવા દર્દી નોંધાઈ રહ્યા છે, તેનાથી વધુ સાજા થઈ રહ્યા છે. રિકવરી રેટ પણ 85.86%એ પહોંચી ગયો છે.

રાજસ્થાન

રાજ્યમાં સંક્રમણના ગઢ જયપુર, જોધપુર અને કોટામાં કોર્પોરેટ ચૂંટણી થઈ રહી છે. તહેવારના કારણે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને બજારમાં ભીડ 80% વધી ગઈ છે. એવામાં જ્યારે કોરોનાનું સેમ્પલિંગ વધારવું જોઈએ હતું તેની જગ્યાએ ઘટાડી દીધું છે. છેલ્લા 2 મહિનામાં દેશમાં જ્યાં સરેરાશ સેમ્પલિંગ 44% વધ્યું, ત્યાં જ રાજસ્થાનમાં 25% સુધી ઘટી ગયું છે.

બિહાર

પટના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 233 નવા દર્દી નોંધાયા. જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા વધીને 34 હજાર 59 થઈ ગઈ છે. PMCHના 3 સ્ટાફ મેમ્બર અને અહીંયા દાખલ 11 દર્દી પણ સંક્રમિત થયા છે. PMCH કોવિડ હોસ્પિટલમાંથી એક દર્દીને રજા આપવામાં આવી છે, સાથે જ છપરામાં 32 વર્ષના દર્દીઓના મોત થયા છે. પટના એઈમ્સમાં પૂર્વ મંત્રી નરેન્દ્ર સિંહ સહિત 18 દર્દી દાખલ થયા છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7347 નવા દર્દી નોંધાયા છે, 13 હજાર 247 લોકો રિકવર થયા અને 184 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 16 લાખ 32 હજાર 544 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાંથી 1 લાખ 43 હજાર 922 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 14 લાખ 45 હજાર 103 લોકો સાજા થઈ ચુક્યા છે. કોરોનાના કારણે રાજ્યમાં 43 હજાર 15 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારાનો આંકડો 6 હજાર 830 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની અંદર 40 દર્દીઓના મોત થયા છે. 2 હજાર 202 નવા કેસ નોંધાયા અને 3 લાખ 25 લોકો રિકવર થયા. અત્યાર સુધી 4 લાખ 66 હજાર 60 લોકો સંક્રમિત નોંધાયા છે. જેમાંથી 28 હજાર 268 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 30 હજાર 962 લોકો સાજા થઈ ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here