વડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 15 હજારને પાર થઇને 15,070 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 212, કુલ 13,416 દર્દી રિકવર થયા

0
4

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસ સાથે આંક 15 હજારને પાર કરીને 15,070 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 212 થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 13,416 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1442 એક્ટિવ કેસ પૈકી 151 દર્દી ઓક્સિજન પર અને 51 દર્દી વેન્ટિલેટર પર છે અને 1240 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4266 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 15,070 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2308, પશ્ચિમ ઝોનમાં 2471, ઉત્તર ઝોનમાં 3195, દક્ષિણ ઝોનમાં 2794, વડોદરા ગ્રામ્યમાં 4266 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા
શહેરઃ નવીધરતી, કારેલીબાગ, વાસણા રોડ, છાણી, વાઘોડિયા રોડ, મકરપુરા, ગોત્રી, માંજલપુર, તાંદલજા, તરસાલી, ગોરવા, પાણીગેટ, અકોટા, VIP રોડ, આજવા રોડ, સમા
ગ્રામ્યઃ ખટંબા, ડભોઇ, વાઘોડિયા, સાવલી, કલાલી, ઉંડેરા, ભાયલી, કરજણ, સેવાસી, પોર, પાદરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here