વડોદરા : કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 12,381 : 1691 એક્ટિવ કેસ :183 દર્દી ઓક્સિજન ઉપર : 76 દર્દી વેન્ટિલેટર ઉપર : 1432 દર્દીની હાલત સ્થિર

0
0

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 12,381 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 203 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 10,487 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1691 એક્ટિવ કેસ પૈકી 183 દર્દી ઓક્સિજન ઉપર અને 76 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1432 દર્દીની હાલત સ્થિર છે.

આરોગ્ય વિભાગે તમામ મહાનગર પાલિકાઓ, જિલ્લા પંચાયતો અને સંબંધિત વિભાગોને વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ નહીં કરવા જણાવ્યું છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે હાલમાં રસી ઉપલબ્ધ નથી. ત્યારે માસ્ક એ જ સૌથી ઉપલબ્ધ વિકલ્પ છે. હાલમાં વાલ્વ અને ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ માસ્ક કોરોના વાઇરસ સામે પૂરતું રક્ષણ આપતા નથી.

વડોદરાના આ વિસ્તારોમાં સોમવારે કોરોનાના કેસ નોંધાયા

શહેરઃ ગોત્રી, વડસર, ફતેગંજ, મુજમહુડા, વાસણા-ભાયલી રોડ, વાઘોડિયા રોડ, માંજલપુર, એકતાનગર, કારેલીબાગ, VIP રોડ, GIDC રોડ, આજવા રોડ, તરસાલી, વારસીયા, સુભાનપુરા, તાંદલજા, સલાટવાડા, માણેજા, બાપોદ
ગ્રામ્યઃ પોર, ડેસર, ભાયલી, જરોદ, સાવલી, પાદરા, કલાલી, ડભોઇ, કરજણ

વડોદરા રૂરલમાં સૌથી વધુ 3201 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 12,381 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1926, પશ્ચિમ ઝોનમાં 2054, ઉત્તર ઝોનમાં 2769, દક્ષિણ ઝોનમાં 2395, વડોદરા ગ્રામ્યમાં 3201 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 4641 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 4641 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4639 લોકો હોમ ક્વોરન્ટીન અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 02 લોકો ક્વોરન્ટીન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here