વડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 12,726 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 204, કુલ 10,742 દર્દી રિકવર થયા

0
0

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 12,726 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 204 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 10,742 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1780 એક્ટિવ કેસ પૈકી 189 દર્દી ઓક્સિજન પર અને 77 દર્દી વેન્ટિલેટર પર છે અને 1514 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં ગુરૂવારે કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ કારેલીબાગ, દિવાળીપુરા, વાઘોડિયા રોડ, અલકાપુરી, સુભાનપુરા, નવાયાર્ડ, આજવા રોડ, VIP રોડ, તરસાલી, ફતેપુરા, દંતેશ્વર, વારસીયા, મકરપુરા, ગોત્રી, વડસર, માંજલપુર, છાણી, તાંદલજા, ગોરવા
ગ્રામ્યઃ પોર, સાવલી, કરજણ, કલાલી, શિનોર, ભાયલી, બાજવા, ઉંડેરા, પાદરા, કરોડિયા, જરોદ, ડભોઇ, સેવાસી

વડોદરા રૂરલમાં સૌથી વધુ 3328 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 12,726 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1969, પશ્ચિમ ઝોનમાં 2105, ઉત્તર ઝોનમાં 2827, દક્ષિણ ઝોનમાં 2461, વડોદરા ગ્રામ્યમાં 3328 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 4323 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 4323 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4321 લોકો હોમ ક્વોરન્ટીન અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 02 લોકો ક્વોરન્ટીન છે.

વડોદરામાં 60,695 લોકો રેડ ઝોનમાં
વડોદરા શહેરમાં અત્યારે 15,388 ઘરમાં 60,695 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 36,588 ઘરમાં 1,22,707 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 38,278 ઘરમાં 1,36,596 લોકો યલો ઝોનમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here