પોઝિટિવ કેસનો કુલ આંક 19,887 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 232, કુલ 18,306 દર્દી રિકવર થયા

0
8

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 19,887 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 232 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 18,306 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1349 એક્ટિવ કેસ પૈકી 151 દર્દી ઓક્સિજન પર અને 59 દર્દી વેન્ટિલેટર પર છે અને 1139 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 6124 કેસ…
શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 19,887 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2975, પશ્ચિમ ઝોનમાં 3205, ઉત્તર ઝોનમાં 3962, દક્ષિણ ઝોનમાં 3585, વડોદરા ગ્રામ્યમાં 6124 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ગુરૂવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા…
શહેરઃ

અટલાદરા, સવાદ, સુભાનપુરા, ગોરવા, વારસીયા, કારેલીબાગ, જેતલપુર, ગોત્રી, સમા, ફતેપુરા, યમુનામિલ, માંજલપુર, બાપોદ, નવાપુરા, અકોટા, વડસર

ગ્રામ્યઃ

વેમાલી, કરજણ, ચાણોદ, સાવલી, ડભોઇ, પાદરા, દશરથ, ભાયલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here