વડોદરા : વધુ 3 દર્દીના મોત, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1998 ઉપર પહોંચી, કુલ 1355 દર્દી રિકવર થયા

0
8

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 3 દર્દીના મોત થયા છે. પંચમહાલ જિલ્લાના કાલોલના 71 વર્ષીય વૃદ્ધનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે, જ્યારે વાડી વિસ્તારમાં 71 વર્ષીય વૃદ્ધનું સયાજી હોસ્પિટલમાં મોત થયું છે અને પાદરાની 53 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્રણેયની ખાસવાડી સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં આજે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે એક પોઝિટિવ કેસ અને ભરૂચમાં 3 કેસ મળીને આજે કુલ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે.  તમામના સેમ્પલ વડોદરાની ખાનગી લેબમાં મોકલાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ભરૂચમાં જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 175 ઉપર પહોંચી ગઇ છે.

વડોદરામાં કોરોનાના કેસની કુલ સંખ્યા 1998 ઉપર પહોંચી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1998 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 1355 દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 593 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 124 દર્દી ઓક્સિજન ઉપર અને 40 દર્દી વેન્ટીલેટર ઉપર છે.

વડોદરાના આ વિસ્તારોમાં બુધવારે પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા શહેરમાં બુધવારે ન્યુ VIP રોડ, આજવા રોડ, સોમા તળાવ, ફતેગંજ, ફતેપુર, માંજલપુર, હરણી રોડ, નવાયાર્ડ. વાડી, કારેલીબાગ, ઓલ્ડ પાદરા રોડ, વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા, વારસીયા અને હાથખાના વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા, જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, બીલ રોડ, સાવલી, ફર્ટીલાઇઝરનગર અને નંદેસરીમાં કોરોનાના કેસો નોંધાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here