વડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 9422 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 158, કુલ 7950 દર્દી રિકવર થયા

0
0

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 9422 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 158 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 7950 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1314 એક્ટિવ કેસ પૈકી 143 દર્દી ઓક્સિજન ઉપર અને 51 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1120 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં શુક્રવારે કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ ગોત્રી રોડ, વાઘોડિયા રોડ, ન્યુ સમા રોડ, આજવા રોડ, બાપોદ, માંડવી, અકોટા, દિવાળીપુરા, તાંદલજા, અટલાદરા, સમા, ફતેપુરા, સુભાનપુરા, વડસર, માંજલપુર, તરસાલી, ગાજરાવાડી, નવી ધરતી, છાણી, સિયાબાગ, વારસીયા, પાણીગેટ, રામદેવનગર
ગ્રામ્યઃ પાદરા, ઉંડેરા, કરજણ, ડભોઇ, શિનોર, સાવલી, બિલ, મંજુસર, કરોડીયા

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2256 કેસ વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9422 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1553, પશ્ચિમ ઝોનમાં 1506, ઉત્તર ઝોનમાં 2256, દક્ષિણ ઝોનમાં 1850, વડોદરા ગ્રામ્યમાં 2221 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 3393 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 3393 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3379 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 8 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.

વડોદરામાં 91,943 લોકો રેડ ઝોનમાં
વડોદરા શહેરમાં અત્યારે 24,134 ઘરમાં 91,943 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 37,255 ઘરમાં 1,24,898 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 44,325 ઘરમાં 1,60,292 લોકો યલો ઝોનમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here