Tuesday, January 18, 2022
Homeવડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 16,456 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 216, રિકવર...
Array

વડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 16,456 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 216, રિકવર દર્દીઓનો કુલ આંક 15 હજારને પાર

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 16456 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં મૃત્યુઆંક 216 થયો છે. આજે વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 15,056 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1184 એક્ટિવ કેસ પૈકી 158 દર્દી ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટિલેટર પર છે અને 969 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4835 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16456 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2484, પશ્ચિમ ઝોનમાં 2674, ઉત્તર ઝોનમાં 3416, દક્ષિણ ઝોનમાં 3011, વડોદરા ગ્રામ્યમાં 4835 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

રવિવારે નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા

શહેરઃ અકોટા, ગોરવા, વારસીયા, છાણી, યમુનામીલ, માણેજા, માંજલપુર, તાંદલજા, ગોત્રી, કિશનવાડી, સુભાનપુરા, વડસર, નવાયાર્ડ, દિવાળીપુરા, દંતેશ્વર, મકરપુરા, નવીધરતી
ગ્રામ્યઃ વાધોડીયા, સયાજીપુરા, પાદરા, કરજણ, બીલ, સાવલી, રણોલી, ડભોઇ, બાજવા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular