વડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 16,743 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 217, કુલ 15,333 દર્દી રિકવર થયા

0
3

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 16,743 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 217 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 15,333 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1193 એક્ટિવ કેસ પૈકી 160 દર્દી ઓક્સિજન પર અને 58 દર્દી વેન્ટિલેટર પર છે અને 975 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4945 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16,743 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2523, પશ્ચિમ ઝોનમાં 2715, ઉત્તર ઝોનમાં 3466, દક્ષિણ ઝોનમાં 3058, વડોદરા ગ્રામ્યમાં 4945 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

બુધવારે નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા

શહેરઃ ગાજરાવાડી, VIP રોડ, અકોટા, ગોકુલનગર, ગોરવા, આજવા રોડ, નવાયાર્ડ, છાણી, વડસર, કિશનવાડી, તરસાલી, કારેલીબાગ, શિયાબાગ, છાણી, સુભાનપુરા, નિઝામપુરા, મકરપુરા,
ગ્રામ્યઃ કરજણ, રણોલી, વાઘોડિયા, સાવલી, પોર, ડભોઇ, કરોડીયા, પાદરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here