વડોદરા : વધુ બે દર્દીના મોત, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2134 ઉપર પહોંચી, અત્યાર સુધીમાં કુલ 1483 દર્દી રિકવર થયા

0
5

વડોદરા. મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 2134 ઉપર પહોંચી ગઇ છે. જ્યારે આજે વધુ બે કોરોના દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 1483 દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 601 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 119 દર્દી ઓક્સિજન ઉપર અને 24 દર્દી વેન્ટીલેટર ઉપર છે.

કોરોના ની સારવાર દરમિયાન મહિલા સહિત વધુ બેના મોત

  • ઘડિયાળી પોળ, માંડવીના રહેવાસી 85 વર્ષિય વૃદ્ધાનું ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
  • હરણી રોડ વૃંદાવન સોસાયટી વિસ્તારના રહેવાસી વ્યક્તિનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

GSFCના મેડિકલ ડિપાર્ટમેન્ટમાં કોરોના ઘૂસ્યો

ગુજરાત સરકારના સાહસ GSFCના બે સિક્યુરીટી કર્મચારી અને મેડિકલ સ્ટાફના બે કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. ફર્ટિલાઇઝર નગરમાં જ રહેતા સિક્યુરીટી વિભાગમાં કામ કરતા બે કર્મચારી 45 અને 49 વર્ષના છે. જ્યારે મેડીકલ ડીપાર્ટમેન્ટ ફરજ બજાવતાં 42 વર્ષીય લેબ ટેકનિશયન અને 8 વર્ષીય નર્સ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. આ પૈકીના એક એક ફર્ટિલાઈઝર નગરમાં અને એક વડોદરા શહેરમાં રહે છે. હોસ્પિટલમાં કોરોનાના પ્રવેશ થતાં ડોક્ટરો સહિત આખો સ્ટાફ કોરોના ટેસ્ટ કરાવવા માટે દોડતું થયું હતું.

ભરૂચમાં વધુ એક કેસ નોંધાયો

ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ભરૂચના રચના નગરમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 204 પર પહોંચી ગઈ છે.C