Saturday, April 20, 2024
Homeવડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 8185 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 142, કુલ...
Array

વડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 8185 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 142, કુલ 6455 દર્દી રિકવર થયા

- Advertisement -

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 8185 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 142 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 6455 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1587 એક્ટિવ કેસ પૈકી 153 દર્દી ઓક્સિજન ઉપર અને 56 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1378 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં મંગળવારે કોરોનાના કેસો નોંધાયા
શહેરઃ બાપોદ, પાણીગેટ, રામદેવનગર, આજવા રોડ, વાઘોડિયા રોડ, વારસીયા, ફતેપુરા, સમા, કારેલીબાગ, છાણી, દંતેશ્વર, વાડી, સોમા તળાવ, માણેજા, મકરપુરા, તરસાલી, માંજલપુર, વડસર, અકોટા, અટલાદરા, વાસણા રોડ, ગોરવા, ગોત્રી, તાંદલજા, સુભાનપુરા
ગ્રામ્યઃ ડભોઇ, ડેસર, સાવલી, સેવાસી, પાદરા, વાઘોડિયા, કરજણ, બીલ, ભાયલી

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2032 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 8185 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1377, પશ્ચિમ ઝોનમાં 1282, ઉત્તર ઝોનમાં 2032, દક્ષિણ ઝોનમાં 1616, વડોદરા ગ્રામ્યમાં 1842 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 3956 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 3956 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3945 લોકો હોમ ક્વોરન્ટીન અને 11 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular