Tuesday, April 16, 2024
Homeવડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 8554 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 148, કુલ...
Array

વડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 8554 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 148, કુલ 6938 દર્દી રિકવર થયા

- Advertisement -

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 8554 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 148 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 6938 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1468 એક્ટિવ કેસ પૈકી 142 દર્દી ઓક્સિજન ઉપર અને 55 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1271 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં શુક્રવારે કોરોનાના કેસો નોંધાયા

શહેરઃ માંજલપુર, તરસાલી, જ્યુબિલીબાગ, અકોટા, ગોરવા, બાપોદ, એકતાનગર, ફતેપુરા, નવાયાર્ડ, નવી ધરતી, સુદામાપુરી, જેતલપુર, ગોરવા, તરસાલી, દિવાળીપુરા, શિયાબાગ, અટલાદરા, ગોકુલનગર, તાંદલજા, વારસીયા
ગ્રામ્યઃ ડેસર, સાવલી, ડભોઇ, કરજણ, પાદરા, કોયલી, સયાજીપુરા

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2100 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 8554 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1428, પશ્ચિમ ઝોનમાં 1349, ઉત્તર ઝોનમાં 2100, દક્ષિણ ઝોનમાં 1690, વડોદરા ગ્રામ્યમાં 1915 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 4032 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 4032 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4022 લોકો હોમ ક્વોરન્ટીન અને 10 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular