Friday, August 6, 2021
Homeકોરોના વર્લ્ડ : ઉત્તર- દક્ષિણ અમેરિકામાં સંક્રમણનો કુલ આંક 1.20 કરોડને પાર,...
Array

કોરોના વર્લ્ડ : ઉત્તર- દક્ષિણ અમેરિકામાં સંક્રમણનો કુલ આંક 1.20 કરોડને પાર, વિશ્વના 54% કેસ અમેરિકી મહાદ્વીપમાંથી

વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાઈસરના 2 કરોડ 23 લાખ 5 હજાર 880 કેસ નોંધાયા છે.આ પૈકી 1 કરોડ 50 લાખ 45 હજાર 879 દર્દી સાજા થયા છે. જ્યારે 7 લાખ 84 હજાર 338 લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે.

ચીનના વુહાન સહિત ઘણા શહેરોમાં પુલ પાર્ટીની છૂટ અપાઈ છે. અમુક સરળ શરતોને પૂરી કરીને અસંખ્ય લોકો તેમા સામેલ થઈ રહ્યા છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં સંક્રમણનો કુલ આંકડો 1 કરોડ 20 લાખ 83 હજાર 720 થયો છે. અત્યાર સુધી વિશ્વના 54 ટકા કેસ એકલા અમેરિકી મહાદ્વીપમાંથી આવ્યા છે. ચીનમાં જૂનમાં એમ્યુઝમેન્ટ પાર્ક ખોલવાની પરવાનગી અપાઈ હતી. ત્યાર પછી વુહાન, શાંઘાઈ સહિતના શહેરોમાં વોટર પાર્કમાં પૂલ પાર્ટી થઈ રહી છે. તેમા સામેલ થવા માટે લોકોએ નેશનલ આઈડી નંબર આપીને ટિકિટ લેવાની હોય છે. હેલ્થ ટ્રેકિંગ માટેની સરકારી એપમાં કોડ ડાઉનલોડ કરીને બતાવવા પછી એન્ટ્રી મળે છે. 66 લાખ કેસ સાથે ઉત્તર અમેરિકા સંક્રમણની બાબતમાં પ્રથમ નંબર પર છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં કુલ 4.30થી વધારે લોકોના મૃત્યુ થયા છે. આ બન્ને જગ્યાના 50થી વધારે દેશોમાં વિશ્વની 13 ટકા વસ્તી વસવાટ કરે છે.

આ 10 દેશમાં કોરોનાની અસર સૌથી વધારે

દેશ કેસ મોત સાજા થયા
અમેરિકા 56,55,974 1,75,074 30,11,098
બ્રાઝીલ 34,11,872 1,10,019 25,54,179
ભારત 27,66,626 53,014 20,36,703
રશિયા 9,32,493 15,872 7,42,628
દ. આફ્રિકા 5,92,144 12,264 4,85,468
પેરુ 5,49,321 26,658 3,74,019
મેક્સિકો 5,31,239 57,774 3,63,307
કોલંબિયા 4,89,122 15,619 3,12,323
ચિલી 3,88,855 10,546 3,62,440
સ્પેન 3,84,270 28,670 ઉપલબ્ધ નથી

 

એમેરિકા: સ્કૂલ અને કોલેજ વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધ્યુ

  • અમેરિકાની યુનિવર્સિટીમાં 200થી વધારે વિદ્યાર્થીઓ સંક્રમિત મળ્યા છે. USAના પાંચ રાજ્યની સ્કૂલોના બે હજારથી વધારે વિદ્યાર્થીઓને ક્વોરન્ટિન કરાયા છે. યુનિવર્સિટી ઓફ આયોવામાં સૌથી વધારે 175 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. બીજા નંબરે યુનિવર્સિટી ઓફ નોટ્રેડેમ છે. જેમા 80થી વધારે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • અમેરિકા સરકારની એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટે ભારતને 100 નવા વેન્ટિલેટર આપ્યા છે. અમેરિકાની ભારતીય એમ્બેસીએ બુધવારે આ જાણકારી આપી હતી.

સાઉથ આફ્રિકા: અમેરિકાની વેક્સીનનું ટ્રાયલ થશે

દક્ષિણ આફ્રિકામાં અમેરિકા તરફથી તૈયાર કરવાામં આવી રહેલી વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ થશે. અમેરિકાની કંપની બાયોટેકની આ વેક્સીનનું નામ નોવાવેક્સ છે. તેના ડોઝ 2900થી વધારે વોલન્ટિયર્સને અપાશે. કંપનીએ તેને સાર્સ કોવ-2 જેનેટિક સીક્વેન્સની મદદથી તૈયાર કરી છે. દક્ષિણ આફ્રિકામાં 5 લાખથી વધારે કેસ નોંધાયા છે અને 12 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.

બ્રાઝીલ: 24 કલાકમાં 47 હજાર કેસ નોંધાયા

બ્રાઝીલમાં 24 કલાકમાં 47 હજાર 784 કેસ નોંધાયા છે અને 1352 લોકોના મોત થયા છે. ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ અત્યાર સુધીમાં 34 લાખ 7 હજાર 354 કેસ નોંધાયા છે અને 1 લાખ 9 હજાર 888 લોકોના મોત થયા છે.

ઈઝરાયલ: ચીનના 110 મજૂરો સંક્રમત

ઈઝરાયલમાં કન્સ્ટ્રક્શન વર્ક સાથે જોડાયેલા 110 મજૂરો સંક્રમિત મળ્યા છે. આ તમામ ચીનના છે. તે બધા ટેકવા શહેરમાં રહે છે.

આયરલેન્ડે પ્રતિબંધો લંબાવ્યા

આયરલેન્ડે મંગળવારે પ્રતિબંધો લંબાવ્યા છે. સરકારે કહ્યું કે સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. આગામી બે સપ્તાહ સુધી ભીડ થાય તેવા કાર્યક્રમો નહીં યોજી શકાય. લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ન જવા કહેવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments