Home ખેલ BCCIની આજે મહત્વની બેઠક, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ અને ઈંગ્લેન્ડ સામેની મેચ મુખ્ય એજન્ડા

BCCIની આજે મહત્વની બેઠક, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ અને ઈંગ્લેન્ડ સામેની મેચ મુખ્ય એજન્ડા

0
3

BCCIની આજે એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠકમાં ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટેનો ક્વોરેન્ટાઇન પીરીયડ અને ઇંગ્લેન્ડ સામે રમાનાર ઘરેલું સીરીઝ મુખ્ય એજન્ડા હશે. આ બેઠકમાં બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી, જય શાહ અને અરુણ ધૂમલ વીડિયો કોન્ફરન્સથી ભાગ લેશે.

સૌરવ ગાંગુલી, જય શાહ અને અરૂણ ધૂમલ હાલમાં યૂએઈમાં ચાલતી ઈન્ડિયન પ્રીમિયર લીગના હોસ્ટિંગની દેખરેખ કરી રહ્યા છે. આ ત્રણેય મુખ્ય અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટીંગમાં ભાગ લેશે.આ બેઠકમાં ઘરેલુ સીઝન ફરી શરૂ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ વર્ષે માર્ચથી કોવિડ 19 ના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ નથી. જો કે 2020-21 સ્થાનિક સીઝનના સત્રને પણ કોવિડ 19 ના કારણે ટૂંકાવવામાં આવશે.

Live Scores Powered by Cn24news