IPL શેડયૂલ આવતીકાલે જાહેર થશે : UAEમાં કોરોના વચ્ચે 53 દિવસ ચાલશે ટૂર્નામેન્ટ, તમામ 8 ટીમો વચ્ચે ત્રણ સ્ટેડિયમમાં 60 મેચ રમાશે

0
3

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન -13નો શેડ્યૂલ રવિવારે જાહેર થશે. આ માહિતી IPLના અધ્યક્ષ બ્રિજેશ પટેલે આપી છે. આ વખતે ટૂર્નામેન્ટ કોરોનાને કારણે UAEમાં થશે. 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધીમાં કુલ 60 મેચ રમવામાં આવશે.

બાયો-સુરક્ષિત વાતાવરણમાં IPL યોજાશે. બધી 8 ટીમો 53 દિવસમાં 14-14 મેચ રમશે. IPLમાં કુલ 60 મેચ રમાશે, જેમાં એક એલિમિનેટર, બે ક્વોલિફાયર અને ફાઇનલનો સમાવેશ થાય છે.

મુંબઈ-ચેન્નાઇ વચ્ચે પહેલી મેચ થઈ શકે છે

  • માનવામાં આવે છે કે પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રનર અપ ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK) વચ્ચે 19 સપ્ટેમ્બરના રોજ થઈ શકે છે.
  • જોકે, CSKના બે ખેલાડીઓ દિપક ચહર અને રુતુરાજ ગાયકવાડ સહિત સ્ટાફના 13 લોકો સંક્રમિત થયા છે.
  • તેમજ UAEમાં હાજર BCCIના સીનિયર મેડિકલ ઓફિસરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

તમામ મેચ ત્રણ સ્ટેડિયમમાં યોજાશે

  • બુધવારે BCCIના ટ્રેનર અરુણ ધૂમલે કહ્યું હતું- મેચ શેડ્યૂલ પ્રમાણે થશે. આ તમામ મેચ UAEના ત્રણ શહેર દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાશે.
  • પ્રથમ વખત લીગની ફાઇનલ વીકએન્ડને બદલે વીક-ડે ​​(મંગળવાર) પર થશે.
  • સાંજની મેચો જૂના શેડયૂલથી અર્ધા કલાક પહેલાં એટલે કે 7.30 વાગ્યે શરૂ થશે. બપોરની મેચો 3:30 વાગ્યે રમાશે.

ખેલાડીઓએ બ્લૂટૂથ બેજ પહેરવા પડશે

  • IPLમાં કોરોના સંક્રમણ પર નજર રાખવા માટે ખેલાડીઓ, અધિકારીઓને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે બોર્ડ દ્વારા બ્લૂટૂથ બેજ આપવામાં આવ્યા છે.
  • ખેલાડીઓ સાથે UAEમાં આવેલા પરિવારના સભ્યોએ પણ આ બેજ પહેરવો પડશે.
  • હેલ્થ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં દરેકને દરરોજ બોડી ટેમ્પ્રેચરની માહિતી આપવાની રહે છે.

ટૂર્નામેન્ટમાં કુલ 20 હજાર કોરોના ટેસ્ટ થશે

  • આ વખતે IPLમાં ખેલાડીઓ સહિત સ્ટાફના સભ્યોનો દર પાંચમા દિવસે કોરોના ટેસ્ટ થશે.
  • ટૂર્નામેન્ટ દરમિયાન લગભગ 20 હજાર ટેસ્ટ લેવામાં આવશે. આ માટે BCCIએ 10 કરોડના બજેટને મંજૂરી આપી દીધી છે.
  • જો કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને 7 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે.
  • આ સમયગાળા દરમિયાન ત્રણ ટેસ્ટ હશે. ત્રણેય રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તેને બાયો-સુરક્ષિત વાતાવરણમાં પ્રવેશ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here