ન્યૂઝીલેન્ડમાં 4 માર્ચથી શરૂ થશે ટૂર્નામેન્ટ, ટીમ ઇન્ડિયાની 6 માર્ચે ક્વોલિફાયર સામે ટક્કર, 3 એપ્રિલે રમાશે ફાઇનલ

0
12

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2022 મહિલા વનડે વર્લ્ડ કપનો શેડયૂલ જાહેર કર્યો છે. આ વર્લ્ડ કપમાં 8 ટીમો ભાગ લેશે. ન્યૂઝીલેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપમાં 31 દિવસોમાં 31 મેચ રમાશે. પ્રથમ મેચ 4 માર્ચે યજમાન ટીમ અને ક્વોલિફાયર ટીમ વચ્ચે રમાશે. ફાઈનલ મેચ 3 એપ્રિલે રમાશે.

ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ 6 માર્ચે રમશે…

વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ પ્રથમ મેચ 5 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે રમશે. તે જ સમયે, 2017 વર્લ્ડ કપની રનર અપ ટીમ ઈન્ડિયા 6 માર્ચે ક્વોલિફાયર ટીમનો મુકાબલો કરશે. 2022 વનડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી 3 ટીમોની પસંદગી કરવામાં આવશે.

ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે…

ન્યૂઝીલેન્ડની દિગ્ગજ ખેલાડી એમી સેથરવેટે કહ્યું હતું કે ક્રાઇસ્ટચર્ચમાં ફ્લડ લાઇટમાં મેચ જોવાની મજા આવશે. તેમણે કહ્યું, ‘ભારતીય ટીમ છેલ્લાં 3-4- વર્ષમાં ICC ઇવેન્ટ્સમાં ખૂબ સારી રમત રમી રહી છે, પછી ભલે તે 2020 T-20 વર્લ્ડ કપ હોય કે વનડે ફોર્મેટ. આનાથી યુવા છોકરીઓને પ્રેરણા મળશે. ‘

વર્લ્ડ કપ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો…

આ પહેલા આ વર્લ્ડ કપ 2021માં યોજાવાનો હતો, પરંતુ કોરોનાને કારણે તે 2022 સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. 2022માં મહિલા વન ડે વર્લ્ડ કપ ઉપરાંત, ઇંગ્લેન્ડમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here