Thursday, August 5, 2021
HomePMનો રેડિયો કાર્યક્રમ : વડાપ્રધાન મોદીએ કહ્યું- આત્મનિર્ભર ભારતમાં ટોય ઈન્ડસ્ટ્રીએ મહત્વની...
Array

PMનો રેડિયો કાર્યક્રમ : વડાપ્રધાન મોદીએ કહ્યું- આત્મનિર્ભર ભારતમાં ટોય ઈન્ડસ્ટ્રીએ મહત્વની ભૂમિકા અદા કરવાની છે, આ આત્મવિશ્વાસ જગાડવાનું આંદોલન છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 68મી વખત મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે.તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારતમાં ટોય ઈન્ડસ્ટ્રીએ મોટી ભૂમિકા અદા કરવાની છે. અસહયોગ આંદોલનના સમયે ગાંધીજીએ કહ્યું હતું કે, આ ભારતીયોમાં આત્મવિશ્વાસ જગાડવાનું આંદોલન છે.

 

વડાપ્રધાન મોદીના ભાષણની મહત્વની વાતો..

  • આપણા અહીંયાના બાળકો પોતાની પુરી ક્ષમતા દેખાડી શકે, તેમાં પોષણની પણ મહત્વની ભૂમિકા છે. સપ્ટેમ્બર મહિનાની પોષણ મહિના તરીકે ઉજવણી કરાશે. કહેવામાં આવી રહ્યું છે. જેવું અન્ન હોય છે, એવું મન હોય છે.
  • ગર્ભમાં રહેલા બાળક માટે જરૂરી છે કે માતાને પણ જરૂરી પોષક તત્વ મળે. શું કેટલું ખાવું એ જરૂરી નથી, પરંતુ તેમાંથી યોગ્ય માત્રામાં વિટામીન-પ્રોટીન મળી રહ્યા છે કે નહીં.
  • પોષણ સપ્તાહ, પોષણ મહિનાથી જાગૃતતા પેદા કરવામાં આવી રહી છે. જેવી રીતે ક્લાસનો મોનિટર હોય છે, એવી જ રીતે ન્યૂટ્રીશન મોનિટર હોવો જોઈએ. રાશન કાર્ડની જેમ ન્યૂટ્રીશન કાર્ડ પણ બનાવવામાં આવે. તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
  • હવે કોમ્પ્યુટર ગેમનો સમય છે. જેમાં મોટાભાગની થીમ્સ ભારતીય હોય છે. આત્મનિર્ભર ભારતમાં ટોય ઈન્ડસ્ટ્રીએ મહત્વની ભૂમકિ અદા કરવાની છે.
  • હવે બાળકોના આકર્ષણનું કેન્દ્ર રમત નથી, રમકડાં છે. મોંઘા રમકડાંમાં બનાવવા-શીખવા માટે કંઈ નથી હોતું. આ રમકડાંઓમાં ધન સંપત્તિનું પ્રદર્શન હોય છે, પણ બાળકો માટે કંઈ નથી હોતું. એટલા માટે બાળકો ખોવાઈ જાય છે.
  • બાળકો માટે રમકડાં અંગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કહેવામાં આવ્યું છે. હવે દેશના ઘણા વિસ્તારો રમકડાંના કેન્દ્રના રૂપમાં વિકસિત થઈ રહ્યા છે. ગ્લોબલ ટોય ઈન્ડસ્ટ્રી 7 લાખ કરોડ રૂપિયાની છે, પરંતુ ભારતની આમા ભાગીદારી ઘણી ઓછી છે.
  • વડાપ્રધાન મોદીએ કહ્યું- કોરોના મહામારીના સમયમાં ગણેશોત્સવની ઓનલાઈન અને ઈકોફ્રેન્ડલી ઉજવણી કરાઈ રહી છે, લોકોનો સંયમ અભૂતપૂર્વ છે.
  • તહેવારોમાં પર્યાવરણનો સંદેશ હોય છે તો ઘણા તહેવારની પર્યાવરણ માટે ઉજવણી કરવામાં આવે છે. બિહારના થારુ સમુદાયે પ્રકૃતિને જીવનનો ભાગ બનાવી લીધો છે. 60 દિવસના તહેવાર બરનાની ઉજવણી કરે છે. કોઈ પણ ક્યાંય આવતું જતું નથી.
  • આ દરમિયાન ઓણમની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. જેવી ધૂમ તો વિદેશ સુધી છે. આ ખેડૂતો સાથે સંકળાયેલો તહેવાર છે. આપણા તહેવારોમાં ખેડૂતોના રંગથી હરિયાળી જોવા મળે છે. આ વાતો વેદોમાં નથી કહેવાઈ. ઋગવેદમાં કહેવામાં આવી છે- અન્નાદાતાને નમન છે.

ગત મહિને જવાનોની વીરતાને સલામી આપી હતી

મોદીએ ગત મહિને મન કી બાતમાં કારગીલ યુદ્ધના 21 વર્ષ પુરા થવા અંગે આ યુદ્ધમાં જીવ ગુમાવનારા ભારતીય સૈનિકોને યાદ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું- પાકિસ્તાને ભારતની પીઠ પાછળ ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો. દુશ્મન પહાડ પર બેઠો હતો, પણ જીત ભારતીય સેનાને જુસ્સા અને સાચી વીરતાની થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments