સાબરકાંઠા જિલ્લા તોલમાપ વિભાગ ઘોર નિદ્રામાં જિલ્લાના વેપારીઓ બન્યા બેફામ

0
158

 

લોક ડાઉન -૪ માં સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટ માં સાબરકાંઠા જિલ્લાના પાન,બીડી,સીગારેટના જથ્થાબંધ વેપારી સરકાર દ્વારા છૂટછાટ આપી હોવા છતાં જિલ્લામાં ઊંચા ભાવે તમામ ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. તે સાથે જ નાના વેપારીઓનું શોષણ પણ કરવામાં આવે છે.

 

 

સાબરકાંઠા જીલ્લામાં રેડ ઝોન અને કન્ટેઈનમેન્ટ વિસ્તાર સિવાય ના વિસ્તારોમાં સરકારશ્રીની ગાઇડલાઇન્સ પ્રમાણે આપવામાં આવેલ છે છતાં પણ હિંમતનગરના પાન બીડી સિગારેટ ના જથ્થાબંધ વેપારીઓ પોતે દુકાન બંધ રાખી પાછલા બારણે ઊંચા ભાવે તમામ ચીજવસ્તુઓ નો વેચાણ કરી રહ્યા છે જ્યારે અમુક દુકાનોમાં તો સામાજિક અંતરનો પણ અભાવ દેખાઈ રહ્યો છે.

 

 

સાબરકાંઠા જિલ્લા તોલમાપ વિભાગની રહેમ નજર હેઠળ જિલ્લામાં ચાલી રહ્યો છે કાળો કારોબાર તંત્રના અધિકારી અત્યાર સુધી જિલ્લામાં અનેક ફરિયાદો આ બાબતને લઈ ઉઠી ચૂકી છે ત્યારે તંત્ર દ્વારા એક પણ કેસ કે ફરિયાદ કરવામાં આવેલ નથી તેઓ લોકોના મુખ્ય ચર્ચાઈ રહ્યું છે તોલમાપ વિભાગ ના અધિકારી સાથે ટેલીફોનિક વાત કરતા તેમને જણાવ્યું હતું કે અમારી પાસે સ્ટાફ ઓછો છે એ સાથે વધુ વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ વર્ષમાં તોલમાપ વિભાગ ની જિલ્લામાં કામગીરી નહિવત પ્રમાણમાં જોવા મળી છે હવે જોવું રહ્યું કે કાળો કારોબાર કરતા વેપારીઓ સામે તંત્ર ક્યારે નિષ્ફળ બનશે તે જોવું રહ્યું.

 

 

રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here