Thursday, April 18, 2024
Homeરૂપાલમાં પલ્લીની પરંપરા આ વખતે નહીં જળવાય, રાજ્ય સરકારે કોરોના કાળમાં પલ્લી...
Array

રૂપાલમાં પલ્લીની પરંપરા આ વખતે નહીં જળવાય, રાજ્ય સરકારે કોરોના કાળમાં પલ્લી નહીં યોજવાનો નિર્ણય લીધો

- Advertisement -

રૂપાલની પલ્લી નીકળશે કે નહીં આ સવાલનો જવાબ ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી દીધો છે. નીતિન પટેલે રૂપાલની પલ્લીને મુદ્દે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના કારણે આ વર્ષે રૂપાલની પલ્લી નહીં યોજવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને આશા હતી કે ગ્રામના લોકો વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી ખાલી ગ્રામજનો દ્વારા પલ્લીને કાઢવાની મંજૂરી મળશે.

રુપાલમાં વેપાર ધંધા બંધ રાખવાની જાહેરાત કરાઈ
(રુપાલમાં વેપાર ધંધા બંધ રાખવાની જાહેરાત કરાઈ)
પલ્લી માટે ગ્રામજનોએ આગમચેતી દાખવી હતી
રવિવારે નવરાત્રી ની નોમ ના દિવસે રૂપાલ ની પલ્લી કાઢવાના મુદ્દે વિવાદ સર્જાયો છે, તે સંજોગોમાં ગામવાસીઓ કોવિડ ની ગાઈડલાઈન મુજબ 50 લોકોની સાથે જ પલ્લી કાઢવા માટે તૈયારી કરી રહ્યા છે તો બીજી બાજુ આવતી કાલથી રૂપાલ ગામમાં પ્રવેશબંધી કરવામાં આવી છે, અને ગામમાં પણ આવતી કાલે બપોર થી બધા કામ ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ પલ્લીની પરંપરા જાળવવા માટે આગમચેતી રૂપે ગામના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા. અને બહારના લોકોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ નીતિન પટેલનું નિવેદન ગ્રામજનો સહિત શ્રદ્ધાળુઓને ભારે આંચકો આપ્યો છે.

 

પલ્લીના દિવસે રૂપાલમાં મીડિયા પર પણ પ્રતિબંધ

રવિવારે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી નીકળશે એવી લોકોને આશા હતી. પરંતું પલ્લીના દિવસે ગામમાં ઘીની નદીઓ વહે છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે ગ્રામજનોએ પરંપરા જાળવી રાખવા માટે ગામમાં પ્રવેશબંધી કરી હતી અને નિયમો સાથે પલ્લી કાઢવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે સુત્રો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે રૂપાલમાં રવિવારે પલ્લીના દિવસે બહારથી આવનારાઓની સાથે મીડિયા પર પણ પ્રતિબંધ મુકાવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular