Monday, September 20, 2021
Homeએમએક્સ ઓરિજિનલ સિરીઝનું ટ્રેલર આજે રજૂ કરાયું; શો 23મી એપ્રિલથી મંચ પર...
Array

એમએક્સ ઓરિજિનલ સિરીઝનું ટ્રેલર આજે રજૂ કરાયું; શો 23મી એપ્રિલથી મંચ પર જોઈ શકાશે

એમએક્સ પ્લેયરની સાઈકોલોજિકલ થ્રિલર હેલ્લો મિની-3માં મિની અને સ્ટ્રેન્જરને કહો હેલ્લો

મુંબઈ, 16મી એપ્રિલ, 2021- રોચક વાર્તા અને ઉત્તમ પરફોર્મન્સ સાથે દર્શકોનાં મન જીતનાર એમએક્સ ઓરિજિનલ સિરીઝ હેલ્લો મિની લોકલાગણીને ધ્યાનમાં લેતાં વિક્રમી સમયમાં સીઝન-3 સાથે પાછી આવી રહી છે. બંને સીઝન આઈએમબીડી પર 8.5/10 રેટિંગ સાથે જકડી રાખનારી થ્રિલર નીવડી છે અને નવા અધ્યાય માટે ટ્રેલર હવે જોઈ શકાશે. મિનીની તે સ્ટ્રેન્જર સાથેની લડાઈ વિશે દર્શકો જાણવા માગે તે બધા પ્રશ્નોના ઉત્તરો તેમાં મળી રહેશે.

અનુજા જોશી આ સાઈકોલોજિકલ થ્રિલરમાં મિનીની ભૂમિકા ભજવશે, જે રહસ્યમય સ્ટ્રેન્જરની ઓળખ જાણવા માટે પીછો કરી રહી છે અને આ સ્ટ્રેન્જર તેના જીવનમાં આવે ત્યારે તેની જોડે અનૈસર્ગિક ઘટનાઓ કેમ બને છે તે જાણવા માગે છે. અર્જુન શ્રીવાસ્તવ દ્વારા દિગ્દર્શિત આ 10 એપિસોડની થ્રિલરમાં ચાહકો અમુક નવું જોવા મળશે, જે સમાજની આગેવાની કરતી કેડી મા/ કામયાની દેવી (સુચિત્રા પિલ્લેઈ સાથે રૂબરૂ થવા પર આ બધા અનુત્તરિત પ્રશ્નોની એક પગલું નજીક આવવામાં મિનીને મદદ કરી શકે છે. જોકે સચ્ચાઈ પણ સ્ટ્રેન્જ રહેશે એ મિની ભાગ્યે જ જાણે છે.

આ સીઝન વિશે બોલતાં અનુજા જોશી કહે છે, મિની હવે મારો હિસ્સો છે. મેં આ શો થકી તેના દ્વારા સતત પીછો કરાતાં તેના ડર અને બેચેનીને મહેસૂસ કર્યા છે. આ સીઝનમાં મિનીને તે સર્વ અનુત્તરિત પ્રશ્નોના ઉત્તરો મળશે, જે રહસ્યમય સ્ટ્રેન્જર વિશે તેના મનમાં છે. આખરે તેને શોની આ આવૃત્તિમાં તેને હેલ્લો કહેવાનો મોકો મળશે.

એમએક્સ ઓરિજિનલ સિરીઝની હેલ્લો મિની-3નું નિર્માણ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ગોલ્ડી બહલના રોઝ ઓડિયો વિઝયુઅલ સાથે સહયોગમાં કરવામાં આવ્યું છે અને તે નોવોનવીલ ચક્રવર્તીની સ્ટ્રેન્જર ટ્રાઈલોજી પરથી બનાવવામાં આવી છે.

ગોલ્ડી બહલ કહે છે, મને નોવોનવીલ ચક્રવર્તીની સ્ટ્રેન્જર ટ્રાઈલોજી વાંચી અને તેમાં સંપૂર્ણ પરોવાઈ ગયો તે આજે પણ યાદ છે. શરૂઆતમાં અમે તેની પરથી સિરીઝ બનાવી, જે હવે એમએક્સ પ્લેયરની વ્યાપક પહોંચ અને તેના વિશાળ ઉપભોક્તા મૂળને લીધે સૌથી સફળ ફ્રેન્ટાઈઝીમાંથી એક છે. આ હેલ્લો મિનીના ચાહકો માટે બહુપ્રતિક્ષિત શો છે, જેઓ સ્ટ્રેન્જર પાછળની સચ્ચાઈ જાણવા માટે ઉત્સુક બન્યા છે. અનુજાએ આ એમએક્સ ઓરિજિનલ સિરીઝમાં પણ અન્ય સર્વ કલાકારો અને ક્રુની જેમ ઉત્તમ કામ કર્યું છે. હેલ્લો મિનીનો એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ સાથે આ પ્રવાસ અદભુત રહ્યો છે.

આ સીઝનમાં ડેની (મૃણાલ દત્ત) અને તે પાછા એકત્ર આવતાં મિનીનું જીવન ફરી પૂર્વવત બને છે અને તે સ્પેસ એજ ટેકનોલોજીઝ માટે કામ શરૂ કરે છે. હિયા ચૌધરી વિશે રિવાનાહની યાદો ફરીથી તાજી થવા લાગે છે અને તેના વાલીઓ ચિંતામાં મુકાઈ જાય છે. તિસ્તા (દર્શના બાણિક)નું અચાનક મૃત્યુ થતાં સ્થાપિત હિતો સાથે રાજકારણીઓને હની ટ્રેપમાં સપડાવતી કેડી મા/ કામયાની દેવી દ્વારા પ્રેરિત સમૂહ વિશે સચ્ચાઈ શોધવા તે મજબૂર બને છે. વિરાટ (અભિનવ શર્મા) વિક્સીને ગુમાવવા સામે વેર વાળવા માટે રિવાનાહ વિરુદ્ધ કાવતરું ઘડે છે, જેને લઈ રિનાવાહ આખરે સ્ટ્રેન્જર કોણ છે તે શોધવાની નજીક આવે છે?

હેલ્લો મિની-3માં અનશુલ પાંડે, વિભવ રોય, નિરિશા બાસ્નેટ અને વિક્રાંત કાઉલ મુખ્ય ભૂમિકામાં છે.

એમએક્સ ઓરિજિનલ સિરીઝ હેલ્લો મિની-3ના બધા એપિસોડ 23મી એપ્રિલના રોજ જુઓ, ફક્ત એમએક્સ પ્લયર પર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments