કોરોના : વર્લ્ડ : 1 કરોડ દર્દી : સંક્રમણની શરૂઆત ચીનથી થઈ : પરંતુ હાલ અમેરિકા, બ્રાઝીલ, રશિયા, ભારત અને બ્રિટન સૌથી વધારે સંક્રમિત દેશ

0
5

વોશિંગ્ટન. દુનિયાભરમાં કોરોના વાઈરસના એક કરોડ કેસ થઈ ગયા છે. 180 દિવસથી આખી દુનિયા આ વાઈરસના સંકજામાં છે. આ વાઈરસ વિશે ચીને પહેલી વખત 31 ડિસેમ્બરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને માહિતી આપી હતી. ત્યારે ચીનમાં 54 કેસ હતા. જેના ત્રણ મહિના પછી જ 200થી વધુ દેશોની લગભગ તમામ વસ્તી આ વાઈરસના સંકજામાં આવી ગઈ હતી.

મહામારીની શરૂઆત ચીનથી થઈ હતી. પણ આજે અમેરિકા, બ્રાઝીલ, રશિયા, ભારત અને બ્રિટન દુનિયાના પાંચ સૌથી વધુ સંક્રમિત દેશ છે. આ દેશોમાં સંક્રમણના 53% એટલે કે 53 લાખ 28 હજાર 449 કેસ છે. ચીનમાં રોજ મળતા કોરોના કેસ 6 માર્ચ પછી 100થી ઓછા થઈ ગયા છે.ત્રણ મહિનામાં જ ચીને લગભગ મહામારીને પર કાબૂ મેળવી લીધો હતો. અહીંયા અત્યાર સુધી 83 હજારથી વધારે કેસ મળ્યા હતા,જ્યારે માત્ર 4634 લોકોના જ મોત થયા હતા.

 67 દિવસોમાં કોરોનાના 75 લાખ કેસ સામે આવ્યા, શરૂઆતમાં 25 લાખ કેસ 111 દિવસમાં 
સંક્રમણની ગતિ જોવા જઈએ તો પહેલા 25 લાખ કેસ આવતા 111 દિવસ લાગ્યા પછી માત્ર 67 દિવસમાં 75 લાખ કેસ સામે આવ્યા. એટલે કે દિવસમાં એક લાખથી વધુ કેસ. દુનિયાભરમાં સંક્રમણના કેસ એટલા છે કે ઘણા દેશોની વસ્તી પણ તેના કરતા તો ઓછી છે. આખી દુનિયામાં 144 દેશ એવા છે, જેની વસ્તી એક કરોડથી ઓછી છે. જેમાં ઈઝરાયલ, UAE, ઓસ્ટ્રેલિયા, બેલારુસ જેવા દેશ સામેલ છે.

દુનિયાભરમાં 53 લાખથી વધુ દર્દી સાજા થયા 
દુનિયાભરમાં સંક્રમિત થયેલા 53 લાખથી વધુ દર્દી સાજા થયા છે. રાહતના સમાચાર તો એ છે કે રિકવરી રેટ 54.08 ટકા છે. એટલે કે દર 100માંથી 54 દર્દી સાજા થઈ રહ્યા છે. દુનિયાના પાંચ સૌથી પ્રભાવિત દેશોમાં સૌથી વધારે રિકવરી રેટ રશિયાનો 61.88% છે. ત્યારપછી ભારતનો 58.08% બ્રાઝીલનો 54.49% અને અમેરિકાનો 41.86% છે. બ્રિટનમાં સાજા થયેલા દર્દીઓનો આંકડો ન મળવાના કારણે રિકવરી રેટ મળી શક્યો નથી.

 દુનિયાભરમાં 5 લાખથી વધુ મોત, સૌથી વધુ ડેથ રેટ બ્રિટનનો 
આ દરમિયાન મૃતકોની સંખ્યા પાંચ લાખથી વધુ થઈ ગઈ છે. દુનિયાનો ડેથ રેટ 5.01 ટકા છે. પાંચ સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સૌથી વધારે ડેથ રેટ બ્રિટનનો 14.3 ટકા છે. ત્યારબાદ અમેરિકાનો 4.99%, બ્રાઝીલનો 4.38% ભારતનો 3.07% છે. દુનિયામાં સૌથી ઓછો ડેથ રેટ રશિયાનો 1.42% છે.

પાંચ સંક્રમિત દેશોની સ્થિતિ

દેશ પહેલો કેસ સંક્રમિત મોત  કેટલા સાજા થયા
અમેરિકા 20 જાન્યુઆરી 25,77,018 1,27,929 1,071,393
બ્રાઝીલ 26 જાન્યુઆરી 12,84,214 56,197 6,97,526
રશિયા 30 જાન્યુઆરી 6,27,646 8,969 3,93,352
ભારત 30 જાન્યુઆરી 5,29,331 16,102 3,10,120
બ્રિટન 31 જાન્યુઆરી 3,10,250 43,514 ઉપલબ્ધ નથી