કોરોના વર્લ્ડ : બ્રાઝીલમાં સંક્રમણનો આંકડો બે લાખને પાર, રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ કહ્યુ- લોકડાઉનથી દેશ ગરીબ થઈ રહ્યો છે

0
0

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 45.25 કેસ નોંધાયા છે. ત્રણ લાખ ત્રણ હજાર 372 લોકોએ જીવ ગુમાવ્યા છે. 17 લાખ ત્રણ હજાર 808 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બ્રાઝીલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર

બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 944 નવા કેસ નોંધાયા છે, આ સાથે અહીં સંક્રમિતોની સંખ્યા 2 લાખ 3 હજાર થઈ ગઈ છે. મૃત્યુઆંક 13 હજાર 993 થયો છે. બ્રાઝીલમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, છતાં રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ કહ્યું કે લોકડાઉનથી દેશ તૂટવાની સ્થિતિમાં છે. ઘણા રાજ્યોના ગવર્નર દ્વારા લગાવાયેલા પ્રતિબંધોથી બ્રાઝીલ ગરીબોનો દેશ બની રહ્યો છે.

અમેરિકામાં 24 કલાકમાં 1779ના મોત

અમેરિકાની વાત કરી એ તો અત્યાર સુધીમાં 14 લાખ 57 હજાર 593 કેસ નોંધાયા છે. 86 હજાર 912 લોકોના મોત થયા છે. 3 લાખ 18 હજારથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 27 હજાર 376 કેસ નોંધાયા અને 1779 લોકોના મોત થયા છે.અમેરિકાને કોરોના વાઈરસ કોવિડ-19થી સંક્રમિત બે હજાર લોકો ઉપર મેલેરિયાની દવા હોઈડ્રોક્લોરોક્વીનનું પરીક્ષણ શરૂ કર્યું છે.

પૂર્વ સ્વાસ્થ્ય કર્મચારીએ ટ્રમ્પની ટિક્કા કરી

અમેરિકાના ભૂતપૂર્વ સ્વાસ્થ્ય અધિકારી રિક બ્રાઈટે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સંક્રમણને રોકવા માટે યોગ્ય દિશામાં કામ કરી રહી નથી. સરકારે સમયસર દેશમાં દવા પહોંચાડી નથી.

દ. આફ્રિકામાં 24 કલાકમાં 665 નવા કેસ

દક્ષિણ આફ્રિકામાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા 12 હજારથી વધીને 12 હજાર 739  થઈ ગઈ છે. અહીં 24 કલાકમાં 665 નવા કેસ નોંધાયા છે. મૃત્યુઆંક 238 થયો છે.

પેરુમાં કોરોનાના પોઝિટિવ કેસ 80 હજારને પાર

પેરુમાં કોરોના વાઈરસના 4298 નવા કેસ નોંધાયા છે આ સાથે અહીં પોઝિટિવ કેસની સંખ્યા 80 હજાર 604 થઈ છે. 2267 લોકોએ જીવ ગુમાવ્યા છે.

બાંગ્લાદેશમાં શરણાર્થી શિબિરમાં પ્રથમ સંક્રમણ કેસ નોંધાયો

બાંગ્લાદેશની શરણાર્થી શિબિરમાં સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો છે. આ શિબિરમાં 10 લાખ શરણાર્થી રહે છે. બાંગ્લાદેશમાં 18 હજાર 863 કેસ નોંધાયા છે અને 283 લોકોએ જીવ ગુમાવ્યા છે.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 14,57,593 86,912
સ્પેન 2,72,646 27,321
રશિયા 2,52,245 2,305
બ્રિટન 2,33,151 33,614
ઈટાલી 2,23,096 31,368
બ્રાઝીલ 2,02,918 13,993
ફ્રાન્સ 1,78,870 27,425
જર્નની 1,74,975 7,928
તુર્કી 1,44,749 4,007
ઈરાન 1,14,533 6,854
ચીન 82,929 4,633
ભારત 81,997 2,649
પેરુ 80,604 2,267
કેનેડા 73,401 5,472
બેલ્જિયમ 54,288 8,903
સાઉદી અરબ 46,869 283
નેધરલેન્ડ 43,481 5,590
મેક્સિકો 40,186 4,220
ચીલી 37,040 368
પાકિસ્તાન 35,788 770
સ્વિત્ઝરલેન્ડ 30,463 1,872
સ્વીડન 28,582 3,529
પોર્ટુગલ 28,319 1,184
કતાર 28,272 14

 

ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ પછી નવો કેસ નોંધાયો

ન્યૂઝીલેન્ડમાં સતત ત્રણ દિવસ સુધી કોઈ કેસ ન નોંધાયા પછી શુક્રવારે ચોથા દિવસે એક નવો કેસ નોંધાયો છે. ન્યૂઝીલેન્ડ માં અત્યાર સુધીમાં 1421 કેસ નોંધાય છે અને 21ન લોકોના મોત થયા છે.

જાપાનમાં ફોર વર્કિંગ ડેની માંગ

કોરોના મહામારીના સંક્રમણને ધ્યાનમાં રાખીને જાપાનની કંપનીઓએ સપ્તાહમાં ચાર દિવસ કામની ભલામણ કરી છે. તેઓના તર્ક મુજબ તેનાથી પબ્લિક ટ્રાન્સપોર્ટ અને અન્ય જગ્યાએ માણસોની અવરજ જવર ઓછી રહેછે, સાથે શિફ્ટ પ્રમાણે કામ હોવાથી સંક્રમણનું જોખમ ઓછું રહેશે.

વિશ્વ બેન્કે કોરોના મહામારી સામે લડવા માટે ભારતને વધારાની એક બિલિયન ડોલરની સહાય કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here