સુરેખા સીકરી હેલ્થ અપડેટ : સારવાર કરી રહેલા ડોકટરે કહ્યું, સ્ટ્રોકને કારણે સુરેખા સીકરીના મગજમાં ક્લોટિંગ થઇ ગયું, ફેફસામાં લિક્વિડ ભેગું થયું

0
17

મંગળવારે બ્રેન સ્ટ્રોકને કારણે ICUમાં એડમિટ થયેલા સુરેખા સીકરીની તબિયત સારી નથી. 75 વર્ષીય એક્ટ્રેસની તબિયત વિશે હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ડો. આશુતોષ શેટ્ટીએ અપડેટ આપી હતી. તેણે કહ્યું કે ફેફસામાં ભેગા થયેલા લિક્વિડને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું છે. સુરેખાને ICUમાં 36 કલાકથી વધુનો સમય થઇ ગયો છે.

દવાથી હટાવશે ક્લોટ

ઇટાઇમ્સના સમાચાર મુજબ સુરેખા હોસ્પિટલમાં મળી રહેલી સારવારને પ્રોપર રિસ્પોન્સ નથી આપી રહ્યા. ડોક્ટર્સે તેમના ફેફસાની નાજુક સ્થિતિ વિશે જણાવ્યું. ડોક્ટર્સે જણાવ્યું કે સ્ટ્રોકને કારણે એક ક્લોટ બની ગયું છે. તેને દવાઓથી હટાવવામાં આવશે. પરંતુ આને લઈને સુરેખાજી થોડા અવઢવની સ્થિતિમાં છે.

સોનુ સૂદે પણ મેસેજ કર્યો

સુરેખા સીકરીની તબિયતની જાણ થતા જ ‘બધાઈ હો’ ફેમ તેમના કો-એક્ટર ગજરાજ રાવ અને ડિરેક્ટર અમિત શર્મા મદદ માટે આગળ આવ્યા. સોનુ સૂદે જ્યારે ટ્વિટર મારફતે મદદ કરવાની વાત કરી તો સોનુએ પણ કહ્યું કે તેમના સુધી મદદ પહોંચી જશે. જોકે, તેણે કહ્યું હતું કે તેઓ ઠીક છે પણ હોસ્પિટલમાં આવેલા તેમના રિપોર્ટ ચિંતાજનક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here