Wednesday, January 19, 2022
Homeદેશજમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. કહેવાય છે કે, રાત્રે 9.43 વાગ્યે આવેલા આ ઝટકાની તીવ્રતા 5.3 ની રહી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન તાજીકિસ્તાન બોર્ડર જણાવાયું છે. જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ઝટકા રાત્રે 9.43 વાગ્યે આવ્યા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપના ઝટકાની તીવ્રતા 5.3 રહી હતી. ભૂકંપથી હજુ સુધી કોઈ જાણ-માળનું નુકસાન થયાના સમાચાર નથી.

NCSનાં કહેવા પ્રમાણે,રાત્રે 9 વાગ્યેને 43 મીનીટે અફઘાનિસ્તાનનાં ફૈજાબાદમાં ભૂકંપનું કેન્દ્ર રહ્યું. કાશ્મીરમાં ભૂકંપના ઝટકાની તીવ્રતા 5.3 રહી. જેવા ભૂકંપના ઝટકા અનુભવાયા કે તરત જ લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. લોકોના કહેવા પ્રમાણે જમીન એકદમ ઝડપથી ધ્રુજી રહી હતી, તેથી તેઓ પણ ડરી ગયા. આ પહેલા 27 ડિસેમ્બરે કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેની રિક્ટર સકલે પર તીવ્રતા 5.0 હતી. ભૂકંપનું કેન્દ્ર લડાખ નાં કારગીલ થી 146 કિલોમીટર દૂર હતું.જેની ઊંડાઈ 137 કિલોમીટર હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular