કોરોના ઈન્ડિયા : ઓક્સફોર્ડ કોવિડ-19 વેક્સિનના બીજી તબક્કાની ટ્રાયલ આજથી, એક દિવસમાં 59 હજાર 696 દર્દીઓ વધ્યા, દેશમાં અત્યાર સુધીમાં 31.64 લાખ કેસ

0
0

પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોવિડ-19 વેક્સિનના બીજા તબક્કાની ટ્રાયલ મંગળવારથી શરૂ થશે. વેક્સિનને તૈયાર કરવા સીરમે બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની અસ્ટ્રાજેનેકની સાથે કરાર કર્યો છે.

એસઆઈઆઈમાં સરકાર અને વિનિયામક મામલાઓના એડિશનલ ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે જણાવ્યું કે અમને કેન્દ્રીય ઔષધિ સ્ટાન્ડર્ડ અને નિયંત્રણ સંગઠનમાંથી મજૂરી મળી ગઈ છે. અમે 25 ઓગસ્ટથી ભારતી વિદ્યાપીઠ હોસ્પિટલમાં માનવ ક્લીનીકલ પરીક્ષણ શરૂ કરવા જઈ રહ્યાં છે. બીજી તરફ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 31 લાખ 64 હજાર 881 થઈ ગઈ છે. સોમવારે 59 હજાર 969 દર્દીઓ વધ્યા છે.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

ભોપાલમાં સંક્રમિતોની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે. અહીં અત્યાર સુધીમાં 10 હજાર 068 કેસ નોંધાયા છે. જ્યારે રાજાભોજ એરપોર્ટ પર એર ઈન્ડિયાના ઈન્ચાર્જ એરપોર્ટ મેનેજર શ્યામ ટેકામની પત્ની નીરા ટેકામનું કોવિડથી મોત થયું છે. તે કોવિડ ડેડિકેટેડ ચિરાયુ હોસ્પિટલમાં દાખલ હતા. તેના પગલે ભોપાલમાં કોરોનાથી મરનાઓની સંખ્યા 274 થઈ છે. રાજ્યમાં સોમવારે 22400 સેમ્પલની તપાસ કરવામાં આવી. અત્યાર સુધીમાં રાજ્યમાં 12 લાખ લોકોનો કોરોના ટેસ્ટ થયો છે.

રાજસ્થાન

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં વેન્ટીલેટરની અછતનો મામલો વિધાનસભામાં ઉઠયો હતો. પૂર્વ ચિકિત્સા મંત્રી અને ધારાસભ્ય કાલીચરણ સરાફે કોરોના સામેની લડાઈમાં સરકારની તૈયારીઓને નિષ્ફળ બતાવી. બીજી તરફ જયપુરમાં દર્દીઓની સંખ્યા 9 હજારને વટાવી ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં 3 વખત 200થી વધુ કેસ આવ્યા છે. જોધપુરમાં હત્યા પછી એક યુવક સંક્રમિત મળ્યો. અહીં સંક્રમિતોનો આંકડો 11 હજારને વટાવી ગયો. શહેરમાં 9 દિવસમાં 817 એક્ટિવ કેસ વધી ગયા.

બિહાર

પટનામાં સંક્રમિતોની સંખ્યા વધીને 18843 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 15885 દર્દીઓ સાજા થઈ ગયા છે. હાલ 2885 એક્ટિવ કેસ છે. એમ્સમાં પાંચ કોરોનાના દર્દીઓના મોત થયા છે. તેમાં પટનાના બે દર્દીઓ સામેલ છે. રાજ્યમાં કોરોનાના ટેસ્ટની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. સોમવારે માત્ર 60 હજાર 215 સેમ્પલની તપાસ કરવામાં આવી. રવિવારે આ સંખ્યા 1 લાખ 1 હજાર 36 હતી.

મહારાષ્ટ્ર

રાજ્યમાં સોમવારે 46 હજાર 616 લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી. છેલ્લા ત્રણ દિવસોમાં અહીં પણ ટેસ્ટિંગમાં ઘટાડો નોંધાયો છે. મુંબઈથી સારા સમાચાર મળ્યાં છે. અહીં સોમવારે 743 કેસ મળ્યા અને માત્ર 20 લોકોના મોત થયા છે. અહીં રિકવરી રેટ 81 ટકાથી ઉપર નોંધાયો છે. દર્દીઓની સંખ્યા 1.37 લાખ છે. તેમાંથી માત્ર 18 હજાર 267 એક્ટિવ દર્દી છે.

ઉતરપ્રદેશ

રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં 24 હજારથી વધુ કેસ નોંધાયા છે. અહીં 349 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. સરકારનું કહેવું છે કે કેસ વધવાનું કારણ વધુ ટેસ્ટિંગ છે. સોમવારે રાજ્યમાં 1.6 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી. સારા સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં અહીં 4 હજાર 601 દર્દીઓ મળ્યા, જ્યારે 4 હજાર 494 સ્વસ્થ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here