રાજકોટ : યાર્ડમાં હરાજી વગર ખેડૂતોની ડુંગળી વેચવાનો કારસો, ખેડૂત ગળગળો થયો, 5 રૂપિયાના કિલે ખરીદી, રિટેઇલ માર્કેટમાં 20થી 25 રૂ.માં વેચાય

0
11

રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હાલ લોકડાઉન પાર્ટ-3 ચાલી રહ્યું છે. લોકડાઉનના કારણે રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ ખેડૂતોની ડુંગળી વહેંચવાનો કારસો સામે આવ્યો છે. ત્યારે વેપારી અને દલાલોના કારસાનો ભોગ બનેલા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. એક ખેડૂત ગળગળા થઇ ગયા હતા અને મીડિયા સમક્ષ બોલી પણ ન શક્યા. રાજકોટ જિલ્લા કિસાન સંઘ પ્રમુખ દિલીપ સખીયા અને તેમની ટીમ દ્વારા આજરોજ જુના માર્કેટિંગ યાર્ડની મુલાકાત લેવામાં આવી હતી. આ સમયે કેટલાક ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની રજૂઆત કિસાન સંઘના આગેવાનોને કરી હતી. ખેડૂતોએ કિસાન સંઘના આગેવાનોને રજૂઆત કરી હતી કે, તેમનો માલ માર્કેટિંગ યાર્ડમાં  હરાજી વગર જ વેચી નાખવામાં આવે છે. જેના કારણે તેમને પોષણક્ષમ ભાવ મળતો નથી. ખેડૂતોનું કહેવું છે કે તેમની ડુંગળીની બોરીમાં 52 થી 55 કિલો ડુંગળી હોવા છતાં  તેમને પ્રતિ બોરી માત્ર 40 કિલોના ભાવ જ મળી રહ્યા છે. ખેડૂતોને પ્રતિ બોરી માત્ર 210 થી 220 રૂપિયા જ ચૂકવવામાં આવી રહ્યા છે.

ડુંગળીના એક વીઘાના વાવેતર પાછળ પાંચથી6 હજારનો ખર્ચ઼

મીડિયા સાથેની વાતચીતમાં પડધરી તાલુકાના દીપકભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, મેં આ વર્ષે દસ વીઘાની અંદર ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીના એક વીઘાના વાવેતર પાછળ તેમને પાંચથી છ હજાર જેટલો ખર્ચ થયો હતો. ત્યારે હાલ તેમને 2500 મણ ડુંગળીની ઉપજ થઈ છે. તો સાથે જ તેમણે છેલ્લા બે વર્ષથી પાક ધિરાણ પણ ચૂકવી શક્યા નથી. ત્યારે કોરોનાના કહેર વચ્ચે યાર્ડના સત્તાધીશો આ તમામ મામલે અજાણ હોવાનુ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. કોરોનાના કહેર વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચનાર ખેડૂત સરેઆમ લૂંટાઈ રહ્યા છે. ખેડૂત પાસેથી જે ડુંગળી વેપારીઓ જુના માર્કેટિંગ યાર્ડમાં બેથી પાંચ રૂપિયા પ્રતિ કિલો ખરીદી રહ્યા છે તે જ ડુંગળી રિટેલ માર્કેટમાં ગ્રાહકોને 20 થી 25 રૂપિયા કિલો મળી રહી છે. આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળી રહ્યા છે તે વાત સાચી છે. આ અંગે હું મુખ્યમંત્રીને રજૂઆત કરશ કે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here