ક્રિકેટ : ન્યુઝીલેન્ડના બેટ્સમેન રોઝ ટેલરે કહ્યું- વન ડેમાં ફાઈનલ ટાઈ થવા પર ટ્રોફી શેર થાય

0
5

વેલિંગ્ટન. ન્યુઝીલેન્ડના બેટ્સમેન રોઝ ટેલરનું કહેવું છે કે જો વન-ડેની ફાઈનલ ટાઈ થાય તો ટ્રોફી શેર કરવી જોઈએ. વન-ડેમાં સુપર ઓવર જરૂરી ન હોવી જોઈએ. ગત વર્ષે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ ટાઈ થઇ હતી. તેના પછી સુપર ઓવર થઈ, જ્યારે તે પણ ટાઈ થઈ  હતી. બાઉન્ટી કાઉન્ટના નિયમ અનુસાર નિર્ણય થયો અને વધારે બાઉન્ડ્રી ફટકારનાર ઈંગ્લેન્ડ વિજેતા જાહેર કરાયું.

ટેલરે કહ્યું કે હું હજુ પણ વન-ડેમાં સુપર ઓવરના નિયમથી સંમત નથી. મને લાગે છે કે વન-ડે ક્રિકેટ લાંબી ફોર્મેટ છે, એટલા માટે ટાઈ થવામાં કોઈ મુશ્કેલી નથી. ટી-20માં તેના પર અમલ કરવો યોગ્ય નથી પણ વન-ડેમાં સુપર ઓવર જરૂરી નથી. મને લાગે છે કે જોઇન્ટ વિનર હોઈ શકે છે. ટેલરે કહ્યું કે વર્લ્ડ કપ દરમિયાન મને સુપર ઓવરના નિયમ વિશે ખરેખર માહિતી નહોતી.