Wednesday, April 17, 2024
Homeજાપાન : ટિ્વટર કિલરે 9 હત્યા કરી મૃતદેહોના 240 ટુકડા કરીને ફ્રિજમાં...
Array

જાપાન : ટિ્વટર કિલરે 9 હત્યા કરી મૃતદેહોના 240 ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા, વકીલની દલીલ- આરોપીએ દરેકની સંમતિથી હત્યા કરી

- Advertisement -

જાપાનમાં એક શખસે 9 લોકોની હત્યા કરી તેમના મૃતદેહોના 240 ટુકડા કરીને ફ્રિજમાં મૂકી દીધા. તકાહિરો શિરૈશી નામનો આ આરોપી શખસ ‘ટિ્વટર કિલર’ નામથી મશહૂર છે. તેને કોર્ટમાં રજૂ કરાતાં તેણે તેનો ગુનો કબૂલી લીધો.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે શિરૈશી દોષિત ઠરશે તો તેને ફાંસીની સજા કરાશે. જોકે, શિરૈશીના વકીલે દલીલ કરી કે તેની વિરુદ્ધના આરોપો ઘટાડવામાં આવે, કેમ કે હત્યાનો શિકાર બનેલા તમામ લોકોએ પોતાની હત્યા કરવા મંજૂરી આપી હતી. વકીલે કહ્યું કે તમામ 9 મૃતકોએ સોશિયલ મીડિયા પર આપઘાત અંગે લખ્યું હતું. ત્યાર બાદ શિરૈશીએ તેમની હત્યા કરી. વકીલે એમ પણ કહ્યું કે શિરૈશી સામેના આરોપોને ‘સંમતિથી હત્યા’માં ફેરવી દેવામાં આવે.

સ્થાનિક મીડિયાના જણાવ્યાનુસાર, તેવું થાય તો દોષિતને 6 મહિનાથી માંડીને 7 વર્ષ સુધીની જેલ થઇ શકે છે. જોકે, શિરૈશીનો મત તેના વકીલથી જુદો છે.તે કોર્ટ સમક્ષ કહેશે કે તેણે મૃતકોની સંમતિ વિના જ તેમની હત્યા કરી છે. નોંધનીય છે કે જાપાનમાં દર વર્ષે અંદાજે 20 હજાર લોકો આપઘાત કરે છે.

ટિ્વટરના માધ્યમથી તમામ મૃતકોનો સંપર્ક કર્યો

શિરૈશી સામે આરોપ છે કે તે ટિ્વટરનો ઉપયોગ કરીને તમામ મૃતકોના સંપર્કમાં આવ્યો હતો. માર્યા ગયેલા બધા લોકોની ઉંમર 15થી 26 વર્ષની વચ્ચે હતી. તેમણે ઓનલાઇન આપઘાત અંગે પોસ્ટ લખી હતી. શિરૈશીએ તેમનો સંપર્ક કરીને તેમને કહ્યું કે હું આપઘાત કરવામાં તમારી મદદ કરી શકું છું. જોકે, તેની સામે દુષ્કર્મનો પણ આરોપ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular