Home ગેજેટ Jio-Airtel વચ્ચે જંગ : એકબીજાના ગ્રાહકો તોડવા માટે આ ઇનામ આપી રહી...

Jio-Airtel વચ્ચે જંગ : એકબીજાના ગ્રાહકો તોડવા માટે આ ઇનામ આપી રહી છે બંને કંપનીઓ

0
10

રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ અને ભારતી એરટેલ વચ્ચે વધુ ગ્રાહકો જોડવાની જંગ શરૂ થઇ ગઇ છે. તેના માટે બંને કંપનીઓ રિટેલર્સને વધુ ઇન્સેંટિવ આપી રહી છે જેથી તે એકબીજાના ગ્રાહકો આંચકી શકે. તાજેતરમાં જ દેશની ત્રણેય ટેલીકોમ કંપનીઓએ ટેરિફમાં વધારો કર્યો હતો. ઘણા ડિસ્ટ્રીબ્યૂટરો અને રિટેલરોએ જણાવ્યું કે ભારતી એરટેલના રિટેલરોને જિયોના દરેક બે ગ્રાહકો તોડવા માટે 100 રૂપિયા મળશે.

વોડાફોનના ગ્રાહકો તોડવા પર ઇનામ નહી આપે એરટેલ

એરટેલ કંપની વોડાફોન-આઇડિયાના ગ્રાહક તોડવા પર ઇનામ નથી આપી રહી. જિયોએ રિટેલરોને જણાવ્યું કે દર નવું સિમ કાર્ડ વેચવા પર તેને 100 રૂપિયા મળશે. જ્યારે પહેલાં તેના માટે 40 રૂપિયા મળતાં હતા. જિયોના એક ડિસ્ટ્રીબ્યૂટરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ટેરિફમાં વધારો કર્યા બાદ એરટેલ અને વોડાફોન-આઇડિયાએ અનલિમિટેડ ફ્રી કૉલ્સની ઑફર આપી છે. અમને આ ઑફર એટલા માટે આપવામાં આવી છે જેથી અમે તેના વધુમાં વધુ ગ્રાહકો તોડી શકીએ.

ટેરિફ વધ્યા બાદ ગ્રાહક તોડવાની જંગ શરૂ

વોડાફોન-આઇડિયા અને એરટેલે 3 ડિસેમ્બરે દરોમાં 40 ટકા સુધીનો વધારો કર્યો હતો. તે બાદ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ફરીથી માર્કેટ પર કબજો કરવાની જંગ શરૂ થઇ. જિયોએ 6 ડિસેમ્બરે દરોમાં વધારો ક્રયો પરંતુ તેણે તેવો દાવો પણ કર્યો હતો કે તેના પ્લાન અન્ય કંપનીઓ કરતાં 25 ટકા સસ્તા છે. તે બાદ એરટેલ અને વોડાફોન-આઇડિયાએ હરિફ કંપનીઓના નેટવર્ક પર નિશ્વિત કરતાં વધુ કૉલ કરવા પર વધારાનો ચાર્જ લેવાની ઘોષણા પરત લીધી. તેનાથી મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની સાથે દરોમાં અંતર ઘટ્યુ.

સરળ નથી એરટેલ-વોડાફોનના ગ્રાહકોને તોડવા

જિયોના એક ડિસ્ટ્રીબ્યૂટરે કહ્યું કે, એરટેલ અને વોડાફોન-આઇડિયાના ગ્રાહકો કદાચ જ નક્કી કરવામા આવેલી કૉલ્સ લિમિટને પાર કરી શકે છે. પરંતુ હવે તેઓ જાણે છે કે તે અનલિમિટેડ છે. તેથી તેમને તોડવા સરળ નથી. અમે દિવસ-રાત વધુ ગ્રાહકો મેળવવાનું કામ કરી રહ્યાં છીએ. જિયો પોતાના ગ્રાહકોની સંખ્યા વધારીને 50 કરોડ કરવા માગે છે પરંતુ તેના માટે કોઇ સમયમર્યાદા નક્કી કરવામાં નથી આવી.

Jioએ ફરી શરૂ કર્યા આ જૂના પ્લાન

રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ખુશખબર છે. કંપની 98 અને 149 રૂપિયાના પ્લાન પરત લઇ આવી છે. જણાવી દઇએ કે 6 ડિસેમ્બરથી વધેલી કિંમત સાથે જારી કરવામાં આવેલા જિયોના પ્રીપેડ પ્લાન્સની લિસ્ટમાં આ બંને પ્લાન્સ સામેલ ન હતા.

149 રૂપિયાનો પ્લાન

1 જીબી પ્રતિ દિવસના ડેટા સાથે આ પ્લાનમાં 24 દિવસની વેલીડીટી પર કુલ 24 જીબી ડેટા, દરરોજ 100 ફ્રી એસએમએસ, જિયો ટુ જિયો અનલિમિટેડ ફ્રી કોલિંગ, અન્ય નેટવર્ક પર ફ્રી કૉલ માટે 300 FUP મિનિટ મળે છે. આ ઉપરાંત જિયો એપ્સનું કોમ્પ્લિમેંટરી સબ્સ્ક્રીપ્શન પણ મળે છે.

98 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં જિયો ટુ જિયો કૉલિંગ ફ્રી છે. જિયો નેટવર્કની બહાર કૉલ કરવા માટે યુઝર્સે IUC વાઉચરથી રિચાર્જ કરાવવું પડશે. જેની શરૂઆત 10 રૂપિયાથી થાય છે. 10 રૂપિયાના વાઉચરમાં 124 IUC મિનિટ મળે છે. આ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે. આ પ્લાનમાં કુલ 300 SMS અને જિયો એપ્સનું કોમ્પ્લીમેન્ટ્રી સબ્સ્ક્રીપ્શન મળે છે.

Live Scores Powered by Cn24news