ફૂટબોલ : ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટી પર લાગેલો બે વર્ષનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો, કોર્ટ ઓફ આર્બિટ્રેશને 85 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

0
8

કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ માન્ચેસ્ટર સિટીનો બે વર્ષનો પ્રતિબંધ હટાવ્યો છે. હવે ટીમ યુરોપિયન ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરી શકે છે. CASએ જોકે ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ પર 85 કરોડનો દંડ લાદવાનો નિર્ણય લીધો છે.

સિટી પર 2012થી 2016 વચ્ચે નાણાકીય ફેર પ્લેના નિયમોનું ઉલ્લંઘન કરવા યુરોપિયન ફૂટબોલ એસોસિએશન દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્લબે કોર્ટમાં અપીલ કરી હતી.

ક્લબ ચેમ્પિયન્સ લીગમાં પ્રવેશ કરી શકશે

પ્રતિબંધ હટાવવા આવતા સિટી 2020-21માં ચેમ્પિયન્સ લીગમાં રમી શકશે. EPLની વર્તમાન સીઝનમાં ટીમ બીજા સ્થાને છે. ચેમ્પિયન્સ લીગની વર્તમાન સીઝનમાં રાઉન્ડ-16ના બીજા લેગમાં સિટી પોતાના હોમ ગ્રાઉન્ડ પર 7 ઓગસ્ટના રોજ રિયલ મેડ્રિડ સામે રમશે.

માન્ચેસ્ટર સિટી પરના આરોપો સાબિત થયા નથી

CASએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે માન્ચેસ્ટર સિટી ક્લબ સામેના આરોપો સાબિત થયા નથી. તપાસમાં સહકાર ન આપવાનો આરોપ ગંભીર માનવામાં આવ્યો હતો, પરંતુ આ કારણોસર ક્લબ પર બે વર્ષનો પ્રતિબંધ યોગ્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here