યુનિયન ટુરિઝમ મિનિસ્ટરે વિદેશમાં શૂટિંગ કરવાની પરમિશન આપવા માટે ના પાડી, પ્રોડ્યુસર્સ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો

0
0

ગુરુવાર સાંજે કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે ફિક્કીની વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં કહ્યું કે ફિલ્મ પ્રોડ્યુસર્સ દેશમાં શૂટ કરવાનો વધુ આગ્રહ રાખે. વિદેશમાં શૂટ કરવામાં વધારે તકલીફ છે. વધારે ડોક્યુમેન્ટની પ્રોસેસ છે. તેમાં ઘણો સમય લાગી જશે.

વિદેશમાં સુરક્ષાનો સારો પ્રબંધ છે- ટીપી અગ્રવાલ 
પ્રહલાદ પટેલની વાત પર પ્રોડ્યુસર્સના સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો. ઇમ્પાના પ્રમુખ ટીપી અગ્રવાલે કહ્યું, દેશમાં પણ અલગ અલગ લોકેશન્સ પર પણ ક્યાં સ્થિતિ સારી છે? વિદેશોમાં બસ 20થી 30 લોકોની આખી ટીમ લઇ જવાની હોય છે બાકીનો સ્ટાફ ત્યાં હાયર થઇ શકે છે. ફિઝી, શ્રીલંકા, મોરિશસ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડમાં શૂટિંગનો ખર્ચો ભારતની સરખામણીમાં 30થી 40% ઓછો થઇ જાય છે. ત્યાં સુરક્ષાનો પ્રબંધ વધુ સારો છે.

વિદેશમાં શૂટ કરવું ભારતની સરખામણીમાં ઓછું ખર્ચાળ 
ટીપી અગ્રવાલની વાત સાથે ટ્રેડ એનાલિસ્ટે સહમતી બતાવી છે. તેમનું કહેવું છે કે ભારતમાં પ્રોડ્યુસર્સને લલચાવવા માટે સરકાર કામ કરી રહી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખવા છતાં સરકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શૂટિંગ કરવા માટે ઈન્સેન્ટિવ આપવાનું મન બનાવી રહી છે. ટૂંક સમયમાં આની એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર આવવાની છે. કારણકે અત્યારસુધી તો એવું થતું આવ્યું છે કે સૌથી વધુ ટેક્સ આ ઇન્ડસ્ટ્રી પર લગાવવામાં આવતો હતો. અત્યારસુધી ભારતમાં ફિલ્મ બનાવી વિદેશોની સરખામણીએ ખર્ચાળ રહી છે.

ટીપી અગ્રવાલે ભાર આપતા કહ્યું કે, ઇંગ્લેન્ડમાં સરકાર એવા પ્રોજેક્ટને કન્સેશન આપી રહી છે જ્યાં ઇન્ડસ્ટ્રીના મોટા નામ જોડાયેલ હોય. જેમ કે અક્ષય કુમાર. બેલ બોટમની ટીમ ઇંગ્લેન્ડ એટલે જઈ રહી છે કારણકે ત્યાં પરમિશન સરળતાથી મળી રહી છે. આવામાં કેન્દ્રીય મંત્રીનું સ્ટેટમેન્ટ અને દાવો સાચો નથી. સરકારે તે તમામ ઉપાય કરવા જોઈએ જેનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બાઉન્સ બેક કરવામાં મદદ મળે. કન્ફ્યુઝનની સ્થિતિ ક્રિએટ કરવામાં ન આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here