હવે પાકિસ્તાનમાં પણ ત્રિપલ તલાકને દંડનીય અપરાધ બનાવવાની ઉઠી માંગ

0
0

પાકિસ્તાનના એક ઈસ્લામી સલાહકાર સમિતિએ સરકારને જણાવ્યું કે ત્રણ તલાક અથવા તરત તલાકની પ્રથાને પાકિસ્તાનમાં દંડનીય અપરાધ માનવામાં આવે અને તેના માટે સખત કાયદાઓ બનાવવાની જરૂરીયાત છે. ભારતમાં ત્રણ તલાકની પ્રથાને અપરાધ બનાવવા માટે કેટલાંક અઠવાડીયા પછી હવે પાકિસ્તાનમાં પણ તેના વિરોધમાં અવાજ ઉઠવા લાગ્યો.

ભારતમાં નવા કાનૂન અંતર્ગત તલાક એ બિદ્દત ગેરકાનૂની અને તરત ત્રણ તલાક આપનારને પોલીસ વગર વોરંટે એરેસ્ટ કરી શકે છે. તેના અંતર્ગત ત્રણ તલાક આપનારને ત્રણ વર્ષ સુધી સજાની જોગવાઈ છે. આ ત્યારે લાગુ પડશે જ્યારે મહિલા પોતે ફરિયાદ કરશે અથવા તેના કોઈ સગા-સંબંધી.

પાકિસ્તાનની કાઉંસિલ ઓફ ઈસ્લામિક આઈડિયોલોજીએ રજૂઆત કરી છે કે ત્રણ તલાકને ઈસ્લામિક રાષ્ટ્રમાં દંડનિય અપરાધ માનવામાં આવે. સમિતિએ જણાવ્યું કે ઈસ્લામમાં તલાકની કેટલીંય રીતો છે. તેમાં એહસાન, હસન અને તલાક-એ-બિદ્દત શામેલ છે. એહસાન અને હસનથી પાછળ હટી શકાય છે પણ તલાક-એ-બિદ્દતથી પાછળ હટવાની કોઈ અપેક્ષા નથી.

એટલે કે એકવાર પતિ પત્નીને ત્રણવાર તલાક આપી દે તો તેને પલટી શકે નહીં. એટલા માટે નેશનલ અસેંબલી સંસદનું નીચલુ સદન આ કાર્યવાહીને એક દંડનીય અપરાધ બનાવવા માટે કાનૂન બનાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here