Thursday, January 23, 2025
Homeઅમેરિકી કોર્પોરેટ જગતે ભારતીય બજેટના કર્યા વખાણ
Array

અમેરિકી કોર્પોરેટ જગતે ભારતીય બજેટના કર્યા વખાણ

- Advertisement -

અમેરિકી કૉર્પોરેટ જગતે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પ્રથમવાર રજૂ કરવામાં આવેલા બજેટની  પ્રશંસા કરતા આને સમાવિષ્ટ અને વિદેશી રોકાણ માટે આકર્ષક જણાવ્યુ. અમેરિકા-ભારત સામરિક અને USISPFના અધ્યક્ષ મુકેશ અઘીએ કહ્યુ કે બજેટ સમાવિષ્ટ છે અને નીતિગત નિર્ણય અમેરિકી કંપનીઓને પ્રોત્સાહિત કરનાર છે.

તેમણે કહ્યુ કે આ એપલ જેવી કંપનીઓ માટે સારા સમાચાર છે. આ બજેટ ભારતીય બજારને મુક્ત કરે છે અને અમેરિકી કંપનીઓને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સાથે જ આ નિમ્ન વર્ગની સમૃદ્ધિ અને વિકાસ સુનિશ્ચિત કરે છે. અઘીએ કહ્યુ કે બજેટમાં સકારાત્મક, સંચરનાત્મક પરિવર્તનોનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

અમેરિકા-ભારત વેપાર પરિષદના અધ્યક્ષ નિશા દેસાઈ બિસ્વાલે કહ્યુ, અમે 2019-2020 બજેટને જોઈને ખુશ છે. જે મોદી સરકારના બીજા કાર્યકાળના દૂરગામી અને સુધારવાદી દ્રષ્ટિકોણને દર્શાવે છે.

તેમણે કહ્યુ કે યુએસઆઈબીસી ખેડૂતોની આવકને બેગણી કરીને કેટલાક વિસ્તારોમાં FDIને ઉદાર બનાવવા અને FPI રોકાણ સીમા વધારવા માટે સક્રિય પગલાઓનું સ્વાગત કરે છે. અમેરિકા-ઈન્ડિયા ચેમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ કરૂણ ઋષિએ કહ્યુ, આ દૂરદ્રષ્ટિ બજેટ છે જેમાં તત્કાલ પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખતા દીર્ઘકાલિન 10 વર્ષીય યોજના રજૂ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular