અમેરિકાની આ મોટી કંપની JIO પ્લેટફૉર્મમાં કરશે રૂ.1,894.5 કરોડનું રોકાણ

0
4
The logo of JIO is seen at the facade of the Jio World Centre, in Navi Mumbai on April 22, 2020. - Facebook has taken a $5.7 billion stake in the Jio digital platforms business of India's richest man Mukesh Ambani, the two sides said on April 22, marking one of the biggest foreign investments in the country. The deal will give the US social media giant a 10 percent stake in Jio Platforms, part of Ambani's Reliance Industries empire. (Photo by INDRANIL MUKHERJEE / AFP)

અમેરિકાની કંપની ઈન્ટેલ કોર્પોરેશનનું ઈન્વેસ્ટમેન્ટ આર્મ ઈન્ટેલ કેપિટલ જિયો પ્લેટફોર્મ્સમાં 1894.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણથી ઈન્ટેલ કેપિટલનો જિયો પ્લેટફોર્મ્સમાં 0.39 ટકા હિસ્સો થશે. આ માહિતી RILએ આપી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આ ડિઝિટલ યૂનિટે અત્યાર સુધી દુનિયાના કેટલાક મોટા ટેક ઈનવેસ્ટરોથી કુલ 25.09 ટકા ભાગીદારીની અવેજમાં કુલ 117,588.45 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. Jio Platforms માં તે 11 સપ્તાહમાં 12 મું મોટુ રોકાણ છે. આ રોકાણ 4.91 લાખ કરોડ રૂપિયાના Equity Value અને 5.16 લાખ કરોડ રૂપિયાના Enterprise Value પર કરવામાં આવી રહ્યુ છે.

આ ડીલ પર RIL ના ચેરમને મુકેશ અંબાણી એ કહ્યુ છે કે ગ્લોબલ ટેક કંપનીઓ માટે Intel મહત્વનો ભાગીદાર છે. Intel ની સાથે ભાગીદારીના દેશવાસીઓને ફાયદો થશે. આ ભાગીદારીથી ટેક ક્ષમતાના વિસ્તારમાં મદદ મળશે.

જ્યારે આ ડીલ પર Intel નું કહેવુ છે કે સસ્તી ડિઝિટલ સેવાઓ પર Jio નો ફોક્સ છે. આ રોકાણથી ભારતની ડિઝિટલ સેવામાં મોટુ યોગદાન મળશે. ડિઝિટલ સેવાઓથી લોકોની જિંદગી સારી થશે.