USના વિદેશ મંત્રીએ ભારતનો પક્ષ લીધો : પોમ્પિયોએ કહ્યું- ચીન લાંબા સમયથી ભારત માટે જોખમ, તેની સૈન્ય ક્ષમતાઓ સામે પહોંચી વળવા અમે સાથી દેશોનો સાથ લઈશું

0
7

વોશિંગ્ટન. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે, અમેરિકા ચીની સેનાઓની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારત સહિત દુનિયામાં અમારા સહયોગી દેશોનો સાથ લઈશું. ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં પોમ્પિયોએ કહ્યું કે, ચીનની સેનાએ જે પ્રગતિ કરી છે, તેને સત્ય માની શકાય છે. શી જિનપિંગ સૈન્ય શક્તિ વધારવા માંગે છે. ચીન લાંબા સમયથી ભારત માટે જોખમ ઊભું કરી રહ્યું છે. તેની સામે લડવા માટે ઘણા દેશોનો સાથ લઈશું.

પોમ્પિયોના જણાવ્યા પ્રમાણે, અમેરિકન રક્ષા વિભાગ ચીની સેનાથી થનારા જોખમને સમજવા માટે જરૂર પગલા લઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં આપણી સેના, રક્ષા વિભાગ અને સૈન્ય સંસ્થાન એટલા મજબૂત છે કે અમેરિકાના લોકોની રક્ષા હંમેશા કરી શકશે.

 ‘અમે સાથી દેશોના સારા ભાગીદારી હોઈ શકીએ છીએ’
અમેરિકન વિદેશ મંત્રીએ કહ્યું, અમે ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, જાપાન અને બ્રાઝિલ સહતિ દુનિયાના તેમના સાથી દેશોના સારા ભાગીદાર હોઈ શકે છે. એનાથી એ પણ નક્કી થઈ જશે કે પશ્વિમ દેશોમાં આઝાદીનું જે અમેરિકન મોડલ છ તે આ દેશોમાં પણ હોવું જોઈએ. ભારત ચીન સીમા વિવાદ અંગે પોમ્પિયોએ કહ્યું કે, આ વિવાદ માર્ચથી ચાલી રહ્યો છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી તેના ફાયદા માટે આવું કરી રહી છે. જોકે, ચીન લાંબા સમયથી ભારત માટે આ જોખમ ઊભું કરી રહ્યું છે.

 પહેલી વખત અમેરિકન સરકારે ચીનને જવાબ આપ્યો 
પોમ્પિયોએ કહ્યું કે, અમેરિકામાં પહેલી વખત એવી સરકાર છે જે ચીનને જવાબ આપવા માટે તૈયાર છે. જેને કહ્યું કે, ચીનની હરકતો સહન નહીં કરવામાં આવે. આ સરકારે ઘણા એવા પગલા લીધા છે જે જરૂરી હતી. આનાથી એ પણ ખબર પડે છે આપણી સરકાર ચીનમાં અમેરિકન લોકોને બચાવવા માટે કેટલી ગંભીર છે.

અમેરિકન સંસદમાં ચીન વિરુદ્ધ 60 બિલ 
અમેરિકન સંસદમાં ચીન વિરુદ્ધ 60 બિલ છે તે અંગે તેમણે જણાવ્યું કે, હું નથી જાણતો કે આમાથી કયું બિલ રાષ્ટ્રપતિ સુધી પહોંચશે. ગત સપ્તાહે ચીનના ઉઈગર મુસલમાનો સાથે જોડાયેલું બિલ લાવવામાં આવ્યું હતું. હું સાંસદોને અપીલ કરીશ કે તે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને આગળ ન વધે તે માટે પગલા લે અને અમેરિકન લોકોને સુરક્ષિત રાખવામાં તંત્રની મદદ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here