ગ્રીન ટી ના આ રીતે ઉપયોગથી ચહેરા પર આવશે ગજબનો નિખાર

0
20

ગ્રીન ટી જેટલી બૉડી માટે સારી હોય છે, તેટલી જસ્કિન ટોન માટે પણ સારી ગણવામાં આવે છે. આમ તો સામાન્ય રીતે લોકો ગ્રીન ટીનો ઉપયોગ કરીને તેને કચરામાં નાખી દેતા હોય છે. પરંતુ શું આપ જાણો છો, કે ઉપયોગ કરાયેલી ટી બૅગ તમારી સ્કિનને એક્ને ફ્રી બનાવવા માટે ખૂબ મદદ કરી શકે છે.

જી હાં, ઉપયોગમાં લેવાયેલી ગ્રીન ટી બૅગને ડલ સ્કિન, પિંપલ, એક્ને જેવી સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે કરી શકાય છે. વાસ્તવિક રીતે ગ્રીન ટીમાં એન્ટીઑક્સિડન્ટ રહેલા હોય છે, જે વધતી ઉંમરને સ્કિન ઉપર હાવી નથી થવા દેતા. ગ્રીન ટી ના આ રીતે ઉપયોગથી ચહેરા પર આવશે ગજબનો નિખાર

ટોનર તરીકે કરો ઉપયોગ ગ્રીન ટીને ઉકાળીને ટોનરની જેમ ઉપયોગમાં લઈ શકાય છે. સૌથી પહેલા ગ્રીન ટીને થોડા પાણી સાથે ઉકાળો. પછી જ્યારે તે ઠંડુ થી જાય તો તેને સામાન્ય ટોનરની જેમ જ સ્કિન પર લગાવો. રોજ તેનો ઉપયોગ કરવાથી ચહેરા પરથી પૉલ્યુશન, માટી, ધૂળ જેવી ચીજો દૂર થાય છે અને સ્કિનની રંગત પમ નીખરશે.

આંખોનો થાક કરશે દૂર
ઉપયોગમાં લેવાયેલી ગ્રીન ટી બૅગને ફેંકવાની જગ્યાએ તેને ટિશ્યૂ પેપરની વચ્ચે હળવાશથી દબાવીને રાખો. જ્યારે તેમાંથી વધારાનું પાણી નીકળી જાય, ત્યારે ગ્રીન ટી બૅગને પોતાની આંખોની ઉપર રાખો. 10 થી 15 મિનિટ ગ્રીન ટી બૅગને આંખો ઉપર રાખ્યા બાદ ચહેરાને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 વખત આમ કરવાથી આંખોનો થાક દૂર થઈ જશે. સાથે સ્કિન પણ ગ્લોઈંગ દેખાશે.

ગુલાબજળ સાથે કરો ઉપયોગ
તમે ગ્રીન ટી ને ગુલાબજળ સાથે ભેળવીને સ્કિન ક્લિંઝર તરીકે તેનો ઉપયોગ કરી શકો છો. ગુલાબજળમાં રહેલાં તત્વો સ્કિનને નીખારવાનું કામ કરશે, જ્યારે ગ્રીન ટી સ્કિન ઉપર શાઈન લાવવાનું કામ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here