Thursday, August 5, 2021
No menu items!
Homeકફ, બીપી અને હેર ગ્રોથની સમસ્યામાં રાહત આપે છે આ ફૂલનો ઉપયોગ,...
Array

કફ, બીપી અને હેર ગ્રોથની સમસ્યામાં રાહત આપે છે આ ફૂલનો ઉપયોગ, આ રીતે કરો ઉપયોગ

જાસૂદના ફૂલને આપણે સૌ જાણીએ છીએ. તેનાથી પેટદર્દ, કફ, બીપી અને વાળની સમસ્યાઓમાં પણ રાહત મેળવી શકાય છે. યાદશક્તિને વધારવામાં પણ ઉપયોગી એવા જાસૂદના ફૂલનો ઉપયોગની રીત જાણો.

  • અનેક સમસ્યાઓમાં રાહત આપે છે જાસૂદનું ફૂલ
  • કફ, બીપી અને વાળની સમસ્યાઓમાં કરે છે લાભ
  • આ રીતે ઉપયોગ કરવાથી જલ્દી મળે છે હેલ્થને લાભ

કફની સમસ્યામાં આપે છે લાભ

જાસૂદના ફૂલના પાનનો કાઢો બનાવીને પીવાથી કફ દૂર થાય છે. તરત જ લાભ મળે છે.

વાળનો વધારે છે ગ્રોથ

જાસૂદના ફૂલના પાનને પીસી લો અને તેને વાળ પર લગાવી લો. ખાસ કરીને વાળના મૂળમાં અડધો કલાક સુધી આ રીતે જાસૂદના પાન લગાવી રાખવાથી વાળ ખરતા બંધ થાય છે અને સાથે વાળનો ગ્રોથ પણ વધે છે.

યાદશક્તિ વધારે છે

જાસૂદના ફૂલનો પાવડર મળે છે તે લાવો અને તેને રોજ એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પીવાથી યાદશક્તિ ઝડપથી વધે છે.

પેટદર્દમાં આપે છે રાહત

જાસૂદના ફૂલના પાનનો રસ કાઢો. તેને પીવાથી પેટદર્દમાં ઝડપથી રાહત મળે છે.

મોઢાની ચાંદીમાં આપે છે લાભ

જાસૂદનું ફૂલ અવારનવાર મોઢામાં થતી ચાંદીની સમસ્યામાં લાભદાયી છે. તેના પાન ચાવવાથી ચાંદીમાં ઝડપથી રાહત મળે છે.

હાઈ બ્લડપ્રેશરને કરે છે કંટ્રોલ

અનેક દવાઓની સાથે જો તમે જાસૂદના ફૂલના પાનની ચા પીવાનું શરૂ કરો છો તો તમને હાઈ બીપીની સમસ્યામાં લાભ મળે છે. તેનાથી તે ઝડપથી કંટ્રોલમાં આવી જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments