વેક્સિન 2021માં આવી શકે છે : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું- સપ્ટેમ્બર સુધી 25 થી 30 કરોડ ભારતીયોને વેક્સિન અપાશે, હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા

0
4

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન(ફાઈલ તસવીર )

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેમાં દિલ્હીમાં તો માત્ર છેલ્લા 6 દિવસની અંદર 628 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ તમામ માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે, કોરોના વિરુદ્ધ જંગનો આ 11મો મહિનો છે. તેમણે વધુમાં કહ્યું કે, આખી દુનિયામાં 250 કોરોના વેક્સિન કંપની છે. જેમાંથી 30ની નજર ભારત પર છે. દેશમાં પાંચ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. 2021ના પહેલા ત્રણ મહિનામાં આપણને વેક્સિન મળશે. સપ્ટેમ્બર સુધી 25 થી 30 કરોડ ભારતીયોને વેક્સિન આપી દેવાશે.

સૌથી વધુ રિકવરી રેટ ભારતનો છેઃ હર્ષવર્ધન

એક ટીવી ચેનલ સાથેની ચર્ચામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે, કોરોના સામે લડવા માટે સરકાર અને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. કોરોનાના નિયમોનું ચુસ્તપણ પાલન થઈ રહ્યું છે. સ્થિતિ ભયાનક હોવા છતા પણ કંટ્રોલમાં છે. દેશમાં 90 લાખ કન્ફોર્મ કેસમાં લગભગ 85 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે. સૌથી વધુ રિકવરી રેટ ભારતનો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે, અમુક શહેરોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે.છેલ્લા અમુક દિવસોથી કોરોનાના કેસ વધ્યા છે. અમે લોકોને ચેતવ્યા હતા. બેઝિક પ્રોટોકોલને ફોલો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પહેલો કેસ 30 જાન્યુઆરી આવ્યો હતો. જેના પછી અમે કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યું. અમારી ટીમ દરેક જગ્યાએ જઈ રહી છે.

દિલ્હીમાં કેન્દ્રની દખલ પછી જોખમ ઘટ્યુંઃ હર્ષવર્ધન
દિલ્હીમાં વધી રહેલા કોરોનાના જોખમ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે, અહીંયાની સ્થિતિને કંટ્રોલમાં લાવવા માટે કેન્દ્રએ બે વખત દખલ કરી હતી. રાજ્ય સરકારને તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. પરિણામે જોખમ ઘટ્યું. હવે ફરીથી અમે દખલગીરી કરી છે અને કોરોના ટેસ્ટીંગ પર ભાર આપ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં સરકાર સાથે લોકોની પણ જવાબદારી છે કે તે કોરોનાને કંટ્રોલ કરે. અમુક ભણેલા ગણેલા લોકોની બેદરકારીને કારણે દિલ્હીવાસીઓને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. RT-PCRની ક્ષમતાને વધારવામાં આવી છે. મોબાઈલ ટેસ્ટિંગ વાનની શરૂઆત કરવામાં આવી રહી છે. આપણે જે કંઈ પણ કરી શકતા હતા, તે કરી રહ્યાં છીએ. ટેસ્ટ અને ટ્રેસિંગથી કોરોનાને અટકાવી શકાય છે. તાત્કાલિક જ ટ્રેસિંગની જરૂર છે. સુપર સ્પ્રેડર વાળા સ્થળો પર ટેસ્ટ કરવા જોઈએ. દિલ્હીમાં પોલ્યુશન પણ સૌથી મોટી સમસ્યા છે. મેં પહેલા જ લોકોને ચેતવ્યા હતા. ઘણા રાજ્યોમાં સમસ્યા ઘટી ગઈ છે.

2021ના પહેલા ત્રણ મહિનામાં વેક્સિન મળી જશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આખી દુનિયામાં 250 કોરોના વેક્સિન કંપની છે. જેમાંથી 30ની નજર ભારત પર છે. દેશમાં પાંચ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. 2021ના પહેલા ત્રણ મહિનામાં આપણને વેક્સિન મળશે. સપ્ટેમ્બર સુધી 25 થી 30 કરોડ ભારતીયોને વેક્સિન આપી દેવાશે.

વેક્સિન સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે
વડાપ્રધાન મોદી કોરોના પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. પીએમ પોતે અપડેટ પર નજર રાખી રહ્યાં છે. પહેલા દિવસથી જ તે સતત મોનિટરિંગ કરી રહ્યાં છે. આપણે સરકાર સાથે મળીને ફરી કોરોનાને હરાવીશું.

વેક્સિન સૌથ પ્રથમ હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. ત્યારપછી ફ્રન્ટ લાઈન વર્કર, પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સને વેક્સિન આપવામાં આવશે. ત્યારપછી 65 વર્ષથી ઉપરની વયના લોકોને આપવામાં આવશે. પછી 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here